રણબીર-માહિરાઃ હમ સાથ સાથ નહીં હૈ

Saturday 27th January 2018 10:31 EST
 
 

રણબીર કપૂર અને માહિરા ખાનની લંડનની એક હોટલ બહાર સાથે હોવાની તસવીર જાહેર થઈ હતી. તે સોશિયલ મીડિયામાં ફરતી થઈ એ પછી રણબીરે માહિરા સાથે સંબંધ તોડી નાંખ્યો હોવાનું બોલિવૂડમાં ચર્ચાય છે. તેમના સંબંધ માટે માહિરાએ એક મુલાકાતમાં રણવીરનું નામ લીધા વિના કહ્યુ પણ છે કે, પહેલા મને તેની સાથે સંબંધ હતો પરંતુ હવે નથી. મને હવે અહેસાસ છે કે પ્રેમનો મતલબ શાંતિ છે. નાની વાત કહેવાની પણ જરૂર હોવી  જોઈએ, એકબીજાને સમજવા જરૂરી છે. કહેવાય છે કે રણબીર અને માહિરા દુબઈ, લંડન અને ન્યૂ યોર્કમાં સાથે દેખાયા હતા.  


comments powered by Disqus