શાહિદ કપૂરે તેની સાથે પ્રેમમાં દગો થયો હોવાની વાત કરી

Friday 26th January 2018 10:33 EST
 
 

શાહિદ કપૂર તેની પત્ની મીરાં સાથે તાજેતરમાં એક ચેટ શોમાં ગયો હતો. જેમાં તેણે પોતાની સાથે પ્રેમમાં જાણીતી અને લોકપ્રિય સેલિબ્રિટીએ દગો કર્યો હોવાની વાત કરી હતી. આ રીતે તેણે કરીના કપૂરનો આડકતરો ઇશારો કર્યો હતો. મારી કારકિર્દી દરમિયાન હું બે વખત પ્રેમમાં પડયો હતો. જેમાંથી એક લોકપ્રિય સેલિબ્રિટી હતી જેણે મને દગો કર્યો હતો. હું શરૂઆતમાં તો બહુ હતાશ થઇ ગયો હતો, પરંતુ પછીથી મેં મારી કારકિર્દી માટે સ્વયંને સંભાળી લીધી હતી, તેમ શાહિદે કહ્યું હતું. 


comments powered by Disqus