આમિર એકલો એકલો આવ્યો કોફી વિથ કરણમાં?

Saturday 27th October 2018 07:12 EDT
 
 

‘કોફી વિથ કરણ’ની આગામી સિઝન માટેનું શૂટિંગ જોરશોરથી ચાલુ થઈ ગયું છે. આ સિઝનમાં આમિર ખાન પણ કરણના મહેમાન છે. ઉલ્લેખનીય છે કે આમિરે એકલાએ જ આ શો માટે શૂટિંગ કર્યું છે.
‘કોફી વિથ કરણ’ની આગામી સિઝન માટે આમિર ખાને એકલાએ શૂટિંગ કર્યું છે. આ શોમાં અનેક કલાકારો આવીને પોતાની ફિલ્મો, પર્સનલ લાઇફ પર ચર્ચા કરે છે. ગઈ સિઝનમાં આમિરની સાથે ‘દંગલ’ની અભિનેત્રીઓ ફાતિમા સના શેખ અને સાન્યા મલ્હોત્રા દેખાઈ હતી. આ સિઝનના પ્રથમ એપિસોડમાં દીપિકા પાદુકોણ-આલિયા ભટ્ટ કરણની મહેમાન છે. આ શો માટે સૈફ અલી ખાન-સારા અલી ખાન અને અજુર્ન કપૂર-જાહ્નવી કપૂર જોડીમાં દેખાશે. અક્ષયકુમાર અને રણવીર સિંહ પણ આ શોમાં સાથે દેખાશે, પરંતુ આમિર જ એકલો જોવા મળ્યો છે. આ શોનું શૂટિંગ પણ પૂરું થઈ ચૂક્યું છે.


comments powered by Disqus