ઓમ શક્તિ સેન્ટર દ્વારા દિવાળી મિલનનું આયોજન

Wednesday 24th October 2018 06:37 EDT
 

રંજન માણેક (MBE), ચંદ્ર સોઢા, વર્ષા દલિયા દિવાળી પાર્ટીનો આનંદ માણવા આપ સૌને આમંત્રણ આપે છે. ઓમ શક્તિ સેન્ટર દ્વારા દિવાલી મિલનનું તા.૩૧.૧૦.૧૮ને બુધવારે સવારે ૯.૩૦થી બપોરે ૩ દરમિયાન હેરો લેઝર સેન્ટર, બાયરન હોલ, હેરો HA3 5BD ખાતે આયોજન કરાયું છે. સવારે ૧૦થી ૧૦.૪૫ દરમિયાન લાઈટ રિફ્રેશમેન્ટ અને ત્યારબાદ ગ્રૂપ ડાન્સીંગ સહિત વિવિધ કાર્યક્રમો યોજાશે. વાનગી સ્પર્ધાનું પણ આયોજન કરાયું છે. સ્પર્ધાના વિજેતાઓને ઈનામો અપાશે. કાર્યક્રમ દરમિયાન રેફલ ડ્રોનું પણ આયોજન કરાયું છે. બપોરે ૨ વાગે સૌ સ્વાદિષ્ટ દિવાલી લંચનો સ્વાદ માણી શકશે. સંપર્ક. રંજનબેન માણેક (MBE) 07930 335 978


comments powered by Disqus