દસ સેકન્ડમાં આખા શરીરે સનસ્ક્રીન છંટાય એવું બૂથ

Saturday 27th October 2018 07:09 EDT
 
 

માત્ર દસ સેકન્ડમાં આખા શરીરે સનસ્ક્રીન છંટાઇ જાય એવું ખાસ બૂથ અમેરિકામાં મુકાયું છે. અમેરિકાના ન્યૂ યોર્કમાં આવેલા ક્રિસ્ટન મેક્કલેઇન નામનાં સન્નારીએ ખાસ સનસ્ક્રીન સ્પ્રે કરે એવું બૂથ તૈયાર કર્યું છે. બીચ પર ફરવા જાવ ત્યારે શરીરનો જે ભાગ ખુલ્લો રહેવાનો હોય ત્યાં પૂરતૂં સનસ્ક્રીન લોશન લગાડવામાં આવે એ જરૂરી છે, પરંતુ ઘણી વાર લોકોને સારી રીતે લોશન લગાડતાં આવડતું નથી. વળી તેમને ખબર નથી પડતી કે બે કલાક સૂર્યના તડકામાં બેસવું હોય તો કેટલું સ્ટ્રોન્ગ સનબ્લોક લોશન જોઈએ? આ સમસ્યાનો નિવેડો સ્નેપીસ્ક્રીન નામના આ બૂથમાં આવી જાય છે. એમાં ટચસ્ક્રીન મોનિટર દ્વારા ૫,૩૦,૪૦, કે ૫૦ એસપીએફ ધરાવતું સ્પ્રે સિલેકટ કરવાનું હોય. એ પછી તમારે બિકિની પહેરીને અંદર ઊભા રહી જવાનું. માથાથી લઇને પગના અંગૂઠા સુધી એકસરખી માત્રામાં સનબ્લોક લોશન દસ જ સેકન્ડમાં તમારા શરીરે છંટાઇ જાય અને તમે બીચનો તડકો માણવા માટે તૈયાર થઇ જઇ શકો છો. બહામાઝના એટલાન્ટિસ રિસોર્ટમાં આ બૂથની ર્ફ્સ્ટ ટ્રાયલ કરવામાં આવેલી જે સફ્ળ થતાં અમેરિકામાં સ્વિમિંગપૂલ અથવા બીચ પર એ લગાડવામાં આવ્યા છે.


comments powered by Disqus