સંસ્થા સમાચાર તા. ૨૭-૧૦-૨૦૧૮

Wednesday 24th October 2018 08:28 EDT
 

• શ્રી સોરઠિયા પ્રજાપતિ કોમ્યુનિટી યુકે ઈસ્ટ લંડન અને હંસલોના સંયુક્ત ઉપક્રમે શરદ પૂનમ સ્પેશિયલનું તા.૨૭.૧૦.૧૮ સાંજે ૭થી રાત્રે ૧૧.૩૦ દરમિયાન ધામેચા લોહાણા સેન્ટર, બ્રેમ્બર રોડ, સાઉથ હેરો, લંડન HA2 8AX ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. સીમાબેન સોલંકી 07956 187 795
• મિલન ગ્રૂપ ઓફ વોલિંગ્ટન દ્વારા દિવાળી ભોજન સમારોહ (દિવાળી ડિનર) નું તા.૨૮.૧૦.૧૮ સાંજે ૬.૩૦થી રાત્રે ૧૧ દરમિયાન ગ્રેન્જ રેસ્ટોરન્ટ, બેડિંગ્ટન પાર્ક,લંડન રોડ, વોલિંગ્ટન SM6 7BTખાતે આયોજન કરાયું છે.
• તારાપુર યુકે દ્વારા દિવાળી ઉજવણી ૨૦૧૮નું તા.૨૮.૧૦.૧૮ સાંજે ૬થી બ્લૂરુમ સ્પોર્ટ્સ વેન્યુ, ૨૨૦, હેડસ્ટોન લેન, હેરો HA2 6LY ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. દક્ષેક્ષભાઈ 07860 239 851
• ગાયત્રી પરિવાર યુકે દ્વારા પાંચ કુંડી ગાયત્રી યજ્ઞનું તા.૨૮.૧૦.૧૮ સવારે ૧૦.૩૦થી બપોરે ૧ દરમિયાન માંધાતા યુથ કોમ્યુનિટી સેન્ટર, ૨૦ એ રોઝમેડ એવન્યુ, વેમ્બલી, મીડલસેક્સ HA9 7EE ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 07455 578 178
• પૂ.રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું તા.૨૮-૧૦-૧૮ સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે આયોજન કરવામાં
આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર ઉમાબેન વાણી અને પરિવાર છે. સંપર્ક. 020 8459 5758
• નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજ દ્વારા તા.૩.૧૧.૧૮ બપોરે ૪.૩૦થી રાત્રે ૧૦ દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી, વસો નાગરિક મંડળ સંમેલન અને દિવાળી ઉજવણીનું ૨૬ બી, ટુટિંગ હાઈ સ્ટ્રીટ, લંડન SW17 0RJ ખાતે આયોજન કરાયું છે. બપોરે ૪.૩૦થી ૫.૩૦ સ્વાગત કાર્યક્રમ, સાંજે ૬થી ગીતો અને સરદાર પટેલને શ્રદ્ધાંજલિ તેમજ મ્યુઝિક અને ડિનર સાથે દિવાળી ઉજવણી. તમામને મ્યુઝિક, મનોરંજન અને વિવિધ પ્રકારના ફૂડની લિજ્જત માણવા સહપરિવાર પધારવા આમંત્રણ છે. સંપર્ક. ચંદ્રકાન્તભાઈ પટેલ 07981 961 624..
• ધ ભવન – ભારતીય વિદ્યા ભવન ૪એ, કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HE ખાતે નવેમ્બર ૨૦૧૮ના કાર્યક્રમો • તા.૩ સાંજે ૭.૦૦ નાટ્યયોગ –લક્ષ્મીરંજન દ્વારા ભરતનાટ્યમ • તા.૪ બપોરે ૧૨ ભરતનાટ્યમ અભિનય વર્કશોપ સંપર્ક. 020 7381 3086
• નહેરુ સેન્ટર યુકે ૮ એસ, ઓડલી સ્ટ્રીટ, મેફેર લંડન W1K 1HF ખાતેના કાર્યક્રમો -
• તા.૨૬.૧૦.૧૮ સાંજે ૬.૩૦ આરુષિ રાણા ઠાકુર દ્વારા નાટક ‘ટ્વેલ્થ નાઈટ’ (હિંદીમાં)
• તા.૧.૧૧.૧૮ સાંજે ૬.૩૦ સરોજ વૈદ્યનાથન દ્વારા ભરતનાટ્યમ રિસાઈટલ
• તા.૫થી ૯ નવેમ્બર સાંજે ૬.૧૫ શેશધર પાંડે દ્વારા ‘બિંદી આર્ટ્સ’ એક્ઝિબિશન
• તા.૯.૧૧.૧૮ સાંજે ૬.૩૦ ‘ટાગોર ઈન થેમ્સ’ - કવિવર રવિન્દ્રનાથ ટાગોરના સંગીત અને ગીતોનો કાર્યક્રમ સંપર્ક. 020 7491 3567

•••

ઓમ શક્તિ સેન્ટર દ્વારા દિવાળી મિલનનું આયોજન
રંજન માણેક (MBE), ચંદ્ર સોઢા, વર્ષા દલિયા દિવાળી પાર્ટીનો આનંદ માણવા આપ સૌને આમંત્રણ આપે છે. ઓમ શક્તિ સેન્ટર દ્વારા દિવાલી મિલનનું તા.૩૧.૧૦.૧૮ને બુધવારે સવારે ૯.૩૦થી બપોરે ૩ દરમિયાન હેરો લેઝર સેન્ટર, બાયરન હોલ, હેરો HA3 5BD ખાતે આયોજન કરાયું છે. સવારે ૧૦થી ૧૦.૪૫ દરમિયાન લાઈટ રિફ્રેશમેન્ટ અને ત્યારબાદ ગ્રૂપ ડાન્સીંગ સહિત વિવિધ કાર્યક્રમો યોજાશે. વાનગી સ્પર્ધાનું પણ આયોજન કરાયું છે. સ્પર્ધાના વિજેતાઓને ઈનામો અપાશે. કાર્યક્રમ દરમિયાન રેફલ ડ્રોનું પણ આયોજન કરાયું છે. બપોરે ૨ વાગે સૌ સ્વાદિષ્ટ દિવાલી લંચનો સ્વાદ માણી શકશે. સંપર્ક. રંજનબેન માણેક (MBE) 07930 335 978


comments powered by Disqus