‘ઈશ્કઝાદે’માં ડેબ્યુ કર્યા બાદ પરિણીતી ચોપરા અને અર્જુન કપૂરની જોડી ફરી સિલ્વર સ્ક્રીન પર ‘નમસ્તે ઇંગ્લેન્ડ’માં સાથે છે. ત્યારે ‘નમસ્તે ઈંગ્લેન્ડ’ના નિર્માતા વિપુલ અમૃતલાલ શાહે ‘ઈશ્કઝાદે’ની ટીમ માટે ખાસ શોનું આયોજન કર્યું હતું. વિપુલ શાહનું માનવું છે કે આ જ ફિલ્મના કારણે પરિણીતી અને અર્જુન કપૂરની સિઝલિંગ કેમેસ્ટ્રી મળી છે એટલે વિપુલ શાહે ખાસ આ ફિલ્મની ટીમ માટે ‘નમસ્તે ઈંગ્લેન્ડ’ ફિલ્મના સ્ક્રીનિંગનું આયોજન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે ‘નમસ્તે ઈંગ્લેન્ડ’ પંજાબ અને યુરોપના બેકગ્રાઉન્ડમાં પર આધારિત એક યંગ અને ફ્રેશ સ્ટોરી છે, જેમાં જસમીત અને પરમની લવસ્ટોરી દર્શાવાઈ છે. આ લવસ્ટોરી પંજાબમાં જુદા જુદા ૧૦૦ સ્થળો પર શૂટ થઈ છે. જેની શરૂઆત પંજાબના લુધિયાણા અને અમૃતસરથી થાય છે. બાદમાં ઢાકા પછી પેરિસ અને બ્રસેલ્સ થઈને ફિલ્મ લંડનમાં પૂરી થાય છે.

