બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS) ના વડા પ.પૂ. મહંતસ્વામી હાલ સિમલા ખાતે વિચરણ કરી રહ્યા છે. તેઓ તા. ૨૦ એપ્રિલે સિમલા પહોંચ્યા હતા. તા. ૨૪ એપ્રિલ સુધી સિમલામાં વિચરણ બાદ પૂ. મહંત સ્વામી તા. ૨૫ એપ્રિલે દિલ્હી પરત આવશે.
તે અગાઉ દક્ષિણપૂર્વ ચીનના હોંગકોંગમા વિચરણ બાદ પૂ. મહંત સ્વામી તા. ૧૬ એપ્રિલે દિલ્હી પરત આવ્યા હતા. સિમલામાં વિચરણ દરમિયાન પૂ. મહંતસ્વામીએ હરિભક્તોને દર્શન અને સત્સંગનો લાભ આપ્યો હતો. પૂ. મહંતસ્વામીએ બાળ, કિશોર તેમજ યુવક-યુવતી સભાઓમાં ઉપસ્થિત રહીને સૌને સંપ, સદભાવ અને એકતાના ગુણોને વધુ દ્રઢ બનાવવાની શીખ આપી હતી. બાળ તેમજ યુવા કલાકારોએ ભક્તિસભર કાર્યક્રમો પણ રજૂ કર્યા હતા. તા. ૨૫ એપ્રિલે સિમલાથી પરત આવ્યા બાદ પૂ. મહંત સ્વામી તા. ૨૯ એપ્રિલ સુધી દિલ્હીમાં વિચરણ કરશે.

