પંજાબમાં લેસ્ટર મ્યુઝિયમ દ્વારા યુદ્ધ વિશે પ્રદર્શન યોજાયું

Wednesday 25th April 2018 07:03 EDT
 

ભારતમાં લેસ્ટર મ્યુઝિયમ સર્વિસના સહયોગ અને હેરિટેજ લોટરી ફંડની આર્થિક સહાયથી પ્રદર્શન યોજાયું હતું. તેમાં બ્રિટિશ શાસનના સમયમાં પંજાબમાં શીખો અને અંગ્રેજો વચ્ચે થયેલા યુદ્ધની વિગતો આધુનિક ટેક્નોલોજીની મદદથી દર્શાવવામાં આવી હતી.

શીખ મ્યુઝિયમના એંગ્લો-શીખ વોર્સ પ્રોજેક્ટની પહેલ બદલ તેના ડિરેક્ટર સુરિન્દર સિંહ માનને વિશિષ્ટ સ્મૃતિ ચિહ્ન અર્પણ કરાયું હતું. આ પ્રદર્શનમાં ૧૮૪૫થી ૧૮૪૯ દરમિયાન થયેલા એંગ્લો - શીખ યુદ્ધની વિગતો રજૂ કરાઈ હતી. પ્રદર્શનમાં અનેક અવશેષો અને સ્મૃતિચિહ્નો થ્રીડી ટેક્નોલોજીની મદદથી દર્શાવાયા હતા. આ ઉપરાંત, ઈસ્ટ ઈન્ડિયા કંપની અને શીખ શાસન વચ્ચે થયેલા યુદ્ધનો તાદ્રશ્ય ચિતાર રજૂ કરાયો હતો.

પ્રદર્શન દરમિયાન કરાયેલું મોડેલિંગ અને અન્ય પ્રવૃત્તિઓનું આયોજન શહેરમાં સૌ પ્રથમ વખત કરાયું હતું. માને જે સ્થળે લડાઈ થઈ હતી તે યુદ્ધમેદાનો બુઠ્ઠોવાલ, અલીવાલ અને શોબરોનની મુલાકાત લીધી હતી. અલીવાલ મેમોરિયલ ટ્ર્સ્ટના ચેરમેન પ્રગટસિંહ ધીલોને જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટમાં શીખ સમાજે લડેલા મહત્ત્વના યુદ્ધોની માહિતી છે. માને અમૃતસર, ચંડીગઢ અને ફતેહસિંહ સાહિબમાં આ વિષય પર પ્રવચન આપ્યું હતું.


comments powered by Disqus