લંડનઃ ટેક્નોલોજી આંત્રપ્રિનિયોર્સ, ઈન્વેસ્ટર્સ અને એડવાઈઝર્સે તાકીદે વિઝા નિયમોની ફેરસમીક્ષાનો અનુરોધ કરતા ચેતવણી આપી છે કે સ્કીલ્ડ વર્કર્સ પર મૂકાયેલા નિયંત્રણને લીધે ‘સ્કીલ્સ ક્રાઈસીસ’ સર્જાઈ છે.
સ્કીલ્ડ નોન-યુરોપિયન વર્કર્સને વિઝાની સંખ્યા પરની મર્યાદા ગયા માર્ચમાં સતત ચોથા મહિને પણ યથાવત રહી હતી. ટેક્નોલોજી ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતા ગ્રૂપે સરકારને ચેતવણી આપી હતી કે આ નિયમો જે હેતુ માટે બનાવાયા હતા તેનો હવે અર્થ સરતો નથી.
યુરોપિયન ઈકોનોમિક એરિયા બહારના અને સ્વીત્ઝર્લેન્ડના સ્કીલ્ડ વર્કર્સ માટેના ટાયર-૨ વિઝા પોઈન્ટ આધારિત સિસ્ટમ પર હોમ મિનિસ્ટ્રી દ્વારા ઈસ્યૂ કરવામાં આવે છે. તેમાં લાયકાતને ધ્યાનમાં લેવાય છે. યુકેમાં જરૂરી સ્ટાફની નિમણુંક પોતે કરી શકે નહીં તેવું એમ્પ્લોયર્સે જણાવતા ઉચ્ચ વેતન મેળવતા વર્કર્સને અગ્રતા મળે છે.

