ફોર્બ્સની સૌથી વધુ કમાણી કરતા વિશ્વના સો કલાકારોની યાદીમાં અક્ષય કુમાર–સલમાન ખાન

Sunday 29th July 2018 07:19 EDT
 
 

ફોર્બ્સની તાજેતરની યાદીમાં અક્ષયકુમાર અને સલમાન ખાને મેદાન માર્યું છે. શાહરુખ ખાનને આ બંનેએ કમાણીના મામલે પાછળ મૂકી દીધો છે. જોકે સલમાન ખાન કરતાં પણ અક્ષયકુમારની કમાણી વધુ છે. તેની કુલ આવક ૪.૦૫ કરોડ ડોલર નોંધાઈ છે.
અભિનેતા સલમાન ખાને આ વર્ષે ૩.૭૭ કરોડ ડોલર એટલે કે આશરે રૂ. ૨.૫૭ની કમાણી કરી છે. આ યાદીમાં ટોચના સ્થાને બિરાજમાન બોક્સર મેવેદરની વર્ષભરની કમાણી ૨૮.૫ કરોડ ડોલર એટલે કે રૂ. ૧૯.૪૯ અબજ છે. બોલિવૂડના બાદશાહ શાહરુખ ખાનની કમાણી ઘટી જતાં ફોર્બ્સની આ યાદીમાં તેમને સ્થાન મળ્યું નથી.

અક્ષય કમાણીમાં એક્કો

અક્ષય પ્રોડ્યુસર્સ, ડાયરેક્ટર્સ તથા ડિસ્ટ્રિબ્યુટર્સનો માનીતો છે. તે અન્ય સ્ટાર્સની જેમ તગડી ફી વસૂલવામાં નથી માનતો. તેની ફિલ્મોની રિલીઝ બાદ પહેલા ફર્સ્ટ વીકની કમાણીના ૫૦ ટકા ડિસ્ટ્રિબ્યુટર્સ અને સિનેમાઘર માલિકોમાં વહેંચાય છે. અન્ય સ્ટાર્સ આવું નથી કરતા. ફર્સ્ટ વીકની કમાણી પોતે જ રાખે છે. બોક્સ ઓફિસ પર કમાણી બાદ અક્ષય પ્રોફિટ શેર કરી લે છે. દાખલા તરીકે 'એરલિફ્ટ'માં અક્ષયે ફી નહોતી લીધી. બાદમાં ફિલ્મે ઘણી કમાણી કરી તો અક્ષયે પ્રોફિટ શેર કર્યો. પરિણામે ફિલ્મના મેકિંગ પર બજેટ હાવી થયું નહોતું. ફિલ્મના ડાયરેક્ટર રાજા કૃષ્ણ મેનન જણાવે છે કે ‘મેં સાવ ઓછા બજેટમાં તે ફિલ્મ બનાવી હતી. અક્ષયકુમારની ફી બાદ કરતાં વીએફએક્સ વગેરેનો કુલ રૂ. ૨૮ કરોડ ખર્ચ થયો હતો. બાદમાં જ્યારે ફિલ્મે ૧૦૦ કરોડનો બિઝનેસ કર્યો તો તેમાંથી તેમણે પ્રોફિટ શેર કર્યો. આ એપ્રોચ તેમણે તે પછીની કન્ટેન્ટ સેન્ટ્રિક ફિલ્મો માટે પણ રાખ્યો.’ ટ્રેડ એક્સપર્ટ્સનું કહેવું છે કે અક્ષય સમજદાર બિઝનેસમેન છે. તે ક્યારેય સોનાના ઇંડાં આપતી મરઘીને એક જ વારમાં હલાલ નથી કરતો. મરઘી મતલબ ડિસ્ટ્રિબ્યુટર અને ત્યાર પછીના ક્રમે એક્ઝિબિટર્સ છે.

ત્રણ ફિલ્મો ૧૦૦ કરોડ ક્લબમાં

ગયા વર્ષે રિલીઝ થયેલી અક્ષય કુમારની ત્રણ ફિલ્મોએ વર્લ્ડવાઇડ રૂ. ૧૦૦ કરોડથી પણ વધુનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું.


comments powered by Disqus