ભારતભરના સિનેમાઘરોમાં ધમાલ મચાવ્યાં બાદ રણબીર કપૂર અભિનિત સંજય દત્તની બાયોપિક ‘સંજુ’ હવે ચીનમાં પણ રિલીઝ થશે. ફોક્સ સ્ટાર સ્ટુડિયો આ ફિલ્મને એશિયન માર્કેટમાં મૂકવા માટે પ્રયત્ન કરી રહી છે. જેના ભાગરૂપે ‘સંજુ’ ચીનમાં રિલીઝ થશે. ફોક્સ સ્ટુડિયોના સીઇઓ વિજય સિંહે જણાવ્યું હતું કે, ચીનમાં ઘણાં ફિલ્મ વિક્રેતાઓએ અમારો સંપર્ક કર્યો છે. તેમણે ફિલ્મ જોઇ છે અને ચીનમાં ફિલ્મને રિલીઝ કરવામાં રસ બતાવ્યો છે. ચીનની સાથે સાથે અમે ‘સંજુ’ને જાપાન અને દક્ષિણ કોરિયામાં પણ રિલીઝ કરવાના પ્રયત્ન કરી રહ્યાં છે.

