લીચીમાં રહેલા છે અનેક ખનિજ તત્ત્વો

Saturday 28th July 2018 07:10 EDT
 
 

ગરમીના દિવસોમાં ખોરાકનું સેવન ઘટે છે, અને વિવિધ પ્રકારનાં ફળોનું સેવન વધે છે. લીચીમાં કાર્બોહાઈડ્રેટ, વિટામિન-સી, વિટામિન-એ, બી કોમ્પલેક્સ, ફોસ્ફરસ, લોહતત્ત્વ જેવા ખનિજ તત્ત્વ રહેલા છે. આ ફળના ગુણ અને ફાયદા વિશે જાણીએ...
• લીચીમાં બીટા કેરોટીન અને ઓલીગોન રહેલ છે, જે હૃદયને સ્વસ્થ રાખે છે. • જો તમારા ગળામાં દુઃખાવો થતો હોય તો તમે લીચીનું સેવન કરો. તેનાથી તમને ગળાના દુખાવામાં રાહત મળશે. • લીચીનું સેવન કરવાથી અસ્થમા જેવા રોગથી બચી શકાય છે. • લીચી પાચનશક્તિને મજબૂત બનાવે છે તથા કબજિયાત દૂર કરે છે. • લીચીના સેવનથી કેલેરી ઘટે છે અને વજન વધતું નથી. • લીચીના સેવનથી ત્વચા સુંદર બને છે, તથા ત્વચા પર કરચલી આવતી નથી. • લીચીના સેવનથી પેટને લગતી બીમારી દૂર થાય છે. • લીચીમાં કેલ્શિયમ, ફોસ્ફરસ અને મેગ્નેશિયમ બાળકોના શરીર અને મહત્ત્વની ભૂમિકા ભજવે છે. લીચીમાં રહેલા મિનરલ્સ હાડકાંને મજબૂત બનાવે છે. • લીચીના સેવનથી માથાના દુઃખાવામં રાહત મળે છે.


comments powered by Disqus