હિપેટાઈટીસ Cની નાબૂદી માટે તત્કાળ પગલાં ભરવા વીરેન્દ્ર શર્મા MPનો અનુરોધ

Thursday 26th July 2018 06:41 EDT
 
 

લંડનઃ હિપેટાઈટીસ C વિશેના રિપોર્ટ ‘સાઈનપોસ્ટિંગ ધ વે ટુ એલિમિનેશન બાય ૨૦૨૫’ ના વિમોચન પ્રસંગે સાંસદ વીરેન્દ્ર શર્મા અને અન્ય સાંસદો હિપેટાઈટીસ C કોલિશનના ચેરમેન અને પ્રોફેસર સ્ટીવ રાઈડર સાથે જોડાયા હતા. આ રિપોર્ટ મુજબ તેનાથી એકલા ઈંગ્લેન્ડમાં જ ૧૦૦,૦૦૦થી વધુ લોકોને અસર થાય છે. તેમણે હિપેટાઈટીસ C ને ૨૦૨૫ સુધીમાં નાબૂદ કરવાના NHS ઈંગ્લેન્ડના લક્ષ્યને પાર પાડવા માટે તેનું ટેસ્ટીંગ વધારવા અને સારવાર માટે તાકીદે સંકલિત પ્રયાસો હાથ ધરવા અનુરોધ કર્યો હતો.

હિપેટાઈટીસ સી (અથવા HCV) એ લીવરનું ઈન્ફેક્શન છે. આ એક વૈશ્વિક જોખમ છે જેની અસર દુનિયાના ૭૧ મિલિયન લોકોને થઈ શકે છે. તેના લીધે સિરોસિસ અને લીવર કેન્સર થઈ શકે છે. હિપેટાઈટીસ સી કોલિશન ક્લિનિશીયન્સ, પેશન્ટ ઓર્ગેનાઈઝેશન્સ, ડ્રગ્સ અને આલ્કોહોલ સર્વિસ પ્રોવાઈડર્સ, હોમલેસનેસ ચેરિટીઝ અને હિપેટાઈટીસ સીનું ઈન્ફેક્શન ઘટાડવા અને તેની નાબૂદી માટે કાર્યરત ૨૪ સંસ્થાઓનું અંબ્રેલા ગ્રૂપ છે.

આ પ્રસંગે હિપેટોલોજિસ્ટ્સ, સ્પેશિયાલિસ્ટ નર્સીસ, ફાર્માસિસ્ટ્સ અને NHS મેનેજર્સ પહેલી વખત એકત્ર થયા હતા. તેમને શેડો મિનિસ્ટર ફોર પબ્લિક હેલ્થ એન્ડ પ્રાઈમરી કેર શેરોન હોજસન MP અને મેમ્બર ઓફ હેલ્થ એન્ડ સોશિયલ કેર સિલેક્ટ કમિટી ડાયના જહોન્સને સંબોધન કર્યું હતું. પ્રો. રાયડરે જણાવ્યું હતું કે હિપેટાઈટીસ સી સામેની લડતમાં આપણે મહત્ત્વના તબક્કે છીએ અને હવે પગલાં લેવાનો સમય છે. આ રોગ ઈંગ્લેન્ડમાં ૧૦૦,૦૦૦ કરતાં વધુ લોકોને અસર કરી શકે તેમ છે અને વર્ષો સુધી તેનું નિદાન થઈ શકતું નથી.


comments powered by Disqus