વોશિંગ્ટનઃ અમેરિકામાં નવેમ્બરની છઠ્ઠી તારીખે યોજાનારી મિડ ટર્મ કોંગ્રેશનલ ઈલેકશનમાં વિક્રમજનક ૧૨ ભારતીય-અમેરિકન ઉમેદવારોએ ઝંપલાવ્યું છે, જેમાંથી ત્રણ મહિલાઓ છે. એરિઝોનામાંથી હિરલ રિપિર્નેની તથા અનિતા મલિક એરિઝોના જ્યારે વોશિંગ્ટનમાંથી પ્રમિલા જયપાલે ચૂંટણી જંગ લડી રહ્યા છે.
રિપબ્લિકન ટીમને બંદૂકધારીએ નિશાન બનાવ્યા બાદ રિપબ્લિકન અને ડેમોક્રેટ્સ ચૂંટણી માટે સંપી ગયા છે. ઈલિનોયમાંથી રામ કૃષ્ણમૂર્તિ, કેલિફોર્નિયામાં ખન્ના અને ડો. અમી બેરાએ પણ ફરી ચૂંટણી માગી હતી. ઉલ્લેખનીય છે કે બેરા છેલ્લી ચૂંટણીમાં વિજેતા બન્યા હતા. તેઓ ૨૦૧૨માં પ્રથમ ચૂંટણી જીત્યા હતા અને સંસદમાં પ્રવેશનારા ત્રીજા ભારતીય બન્યા હતા.
અમેરિકાની ચૂંટણીમાં ભારતીય-અમેરિકનો તેમના પ્રતિસ્પર્ધીને ભારે ટક્કર આપે છે. તમામ ઉમેદવારોની ભારે પ્રચાર ઝુંબેશ દેશભરમાં ધ્યાનાકર્ષક બને છે. તેમાં આ વર્ષે ત્રણ ભારતીય અમેરિકન મહિલાઓ પણ ભારે ટક્કર આપશે તેમ નિષ્ણાતો જણાવી રહ્યા છે.
