સામગ્રીઃ પાલકની ભાજી - ૧૦૦ ગ્રામ • ચણાની દાળ - ૧૦૦ ગ્રામ • આદુંનું છીણ - ૧ ચમચી • સમારેલાં મરચાં - ૧ ચમચી • જીરું - અડધી ચમચી • ધાણા પાઉડર - ૧ ચમચી • મરચું - પા ચમચી • કસૂરી મેથી - ૧ ચમચો • મીઠું - સ્વાદ મુજબ • તેલ - તળવા માટે
રીત: દાળને ધોઈ પાણીમાં છ કલાક માટે પલાળી દો. પાલકને સાફ કરીને પાણી નિતારવા માટે ચાળણીમાં કાઢો અને તેને બારીક સમારી લો. હવે ચણાની પલાળેલી દાળને પાણી નાંખ્યા વગર અધકચરી ક્રશ કરી લો. ક્રશ કરેલી દાળને બાઉલમાં કાઢીને તેમાં ધાણા પાઉડર, જીરું, કસૂરી મેથી, લીલાં મરચાં, આદુંની પેસ્ટ, મરચું અને મીઠું મિક્સ કરો. તેમાં સમારેલી પાલક પણ મિક્સ કરો. હવે કડાઈમાં તેલ ગરમ કરો અને બરાબર ગરમ થાય એટલે મિશ્રણને વડાંનો આકાર આપીને તળી લો. તે બ્રાઉન રંગનાં થાય એટલે પ્લેટમાં ટિશ્યૂ પેપર પાથરીને તેમાં કાઢો, જેથી વધારાનું તેલ શોષાઈ જાય. ટોમેટો સોસ અને લીલી ચટણી સાથે સર્વ કરો.

