જનનેન્દ્રિયને ચેપ લાગતા NHSએ દર્દીને જંગી વળતર ચૂકવ્યું

Friday 28th September 2018 07:15 EDT
 

લંડનઃ એસેક્સના થુરોક ખાતે રહેતા ૬૩ વર્ષીય એન્ડ્રયુ લેનની ઓપરેશન બાદ ચેપ લાગતા લગભગ દોઢ ઈંચ જેટલી જનનેન્દ્રિય કાપવી પડી હતી. તેની સામે NHSએ દર્દીને છ આંકડાની રકમનું વળતર ચૂકવવાની ફરજ પડી હતી. માર્ચ, ૨૦૧૩માં લેનનું પ્રોસ્ટેટ ગ્લેન્ડ કાઢી નાંખવા માટે સાઉથેન્ડ હોસ્પિટલમાં સર્જરી કરવામાં આવી હતી. તે પછી તેને જીવલેણ ચેપ નેક્રોટિસિંગ ફેસિટીસ લાગ્યો હતો. સર્જરી દરમિયાન લેનના આંતરડામાં કાણું પડ્યું હતું. પરંતુ હોસ્પિટલના તેની ખબર છ દિવસ પછી પડી હતી. તેમને તરત જ ઓપરેશન થિયેટરમાં લઈ જવાયા હતા. પરંતુ, ચેપ ખૂબ લાગી ગયો હોવાથી તેમની જનનેન્દ્રિય લગભગ દોઢ ઈંચ કાપવી પડી હતી.

લેને હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ લાંબા સમયથી પાર્ટનર રહેલી મહિલા સાથે ટૂંક સમયમાં જ લગ્ન કર્યા હતા. પરંતુ, તે જાતીય સુખ માણી શક્યા ન હતા. જીવનમાં ધરખમ ફેરફાર લાવનારી આ સર્જરી બાદ લેનને ડિપ્રેશનની સારવાર આપવામાં આવી રહી છે.


comments powered by Disqus