લંડનઃ સ્ટુડન્ટ યુનિયન દ્વારા યુનિવર્સિટી ફ્રેશર્સને વિચિત્ર કહી શકાય તેવી ભેટ આપવામાં આવી હતી. તેઓ તેમના સાથીઓને જાતીય હેરાનગતિ ન પહોંચાડે અને ધાકધમકી ન આપે તે માટે તેમને થોર એટલે કે કેક્ટસ અપાયા હતા.
યુનિવર્સિટી ઓફ ડુંડીના ફ્રેશર્સ ફેરમાં વિદ્યાર્થીઓને અપાયેલા છોડ પર 'Don't be a P....' સૂત્ર લખાયેલું હતું. ડુંડી યુનિવર્સિટી સ્ટુડન્ટ એસોસિએશન (Dusa) દ્વારા જણાવાયું હતું કે કેક્ટસ યુનિવર્સિટીને ‘અસ્વીકાર્ય વર્તન’ પર પ્રકાશ પાડે છે. તે એકબીજાને તેમની સેક્સલાઈફ વિશે પૂછતાં અટકાવે છે. તે રેસિસ્ટ, સેક્સિસ્ટ અને ડિસેબલ્સિટ જેવી કોમેન્ટ કરતા અને જાતીય અંગો દર્શાવતા અટકાવે છે. યુનિવર્સિટીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તેમણે Dusa સાથે મળીને જે ઝીરો ટોલરન્સ પોલીસી ઘડી છે તે અને ગંભીર સમસ્યા વિશે હળવી રીતે જાગૃતિ લાવે છે.

