યુરોપમાં ૨૦૧૬માં વધુ પડતો દારુ પીવાથી ૩૦ લાખ લોકોનાં મોત

Wednesday 26th September 2018 06:55 EDT
 

લંડનઃ જીનિવામાં વધુ પ્રમાણમાં દારુ પીવાથી વર્ષ ૨૦૧૬માં મોટા ભાગે પુરુષ સાથે ૩૦ લાખથી વધુ લોકોનાં મોત થયાં હોવાનું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ અહેવાલમાં જણાવ્યું હતું.

WHO મુજબ ૨૩.૭ કરોડ પુરુષ અને ૪.૬ કરોડ મહિલાઓને દારુ સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. તેનો સૌથી વધુ ભોગ યુરોપ અને અમેરિકાના લોકો બન્યા હતા. યુરોપમાં વ્યક્તિદીઠ દારુનો સૌથી વધુ વપરાશ છે. જોકે ૨૦૧૦ની સરખામણીમાં તેમાં ૧૦ ટકાનો ઘટાડો થયો છે.

દારુ પીધા પછી કાર અકસ્માત સહિતની ઘટનાઓમાં ઈજા થવાથી સૌથી વધુ લોકોના મોત થયા હતા. તે પછીના ક્રમે શરાબસેવનથી પાચનતંત્ર અને હૃદયસંબંધી બીમારીઓને કારણે થતાં મોત છે. દારુને કારણે કેન્સર, ઈન્ફેક્શનથી થતા રોગો, માનસિક અસંતુલન અને અન્ય જીવલેણ બીમારીઓ પણ થાય છે.

WHO મુજબ આગામી દાયકામાં દક્ષિણ-પૂર્વ એશિયા અને અમેરિકામાં આલ્કોહોલનો વપરાશ વધે તેવી શક્યતા છે.


comments powered by Disqus