બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતાં કહ્યું હતું કે, સિડનીથી મેલબર્ન જતી વખતે તે રંગભેદનો શિકાર બની હતી. શિલ્પાએ જણાવ્યા મુજબ સિડનીથી મેલબર્ન જતી વખતે ચેક ઈન કાઉન્ટર પર મેલ નામના એરલાઈનના સ્ટાફ મેમ્બરનો વ્યવહાર યોગ્ય ન હતો. તેને બ્રાઉન લોકો સાથે ગેરવર્તન જરાય અયોગ્ય લાગ્યું પણ નહીં!
શિલ્પાએ જણાવ્યું કે, મારી પાસે બે બેગ હતી. મેલે કહ્યું કે મારી બેગ વધુ પડતી મોટી છે. તેથી તે બેગ હેવિ લગેજના કાઉન્ટર પર ચેક કરાવવામાં આવે તેની પાસે નહીં. હકીકતે તે બેગ અડધી ખાલી હતી છતાં હું હેવિ લગેજના કાઉન્ટર પર ગઈ. ત્યાં એક મહિલા કર્મચારીએ વિનમ્રતા સાથે કહ્યું કે, આ બેગ વધુ પડતી મોટી પણ નથી અને અડધી ખાલી જ છે તેથી આપ આવ્યા એ કાઉન્ટર પર જ ચેક થઈ શકે તેમ છે. હું ફરીથી મેલના કાઉન્ટર પર ગઈ અને તેને જણાવ્યું કે તેની સહકર્મચારીએ જ કહ્યું કે આ બેગ મોટી અને હેવિ પણ નથી છતાં બેગ ચેક આપે શા માટે ન કરી? તો તેણે મારા પ્રત્યે અણગમો વ્યક્ત કરતાં ફરી મને હેવિ લગેજના કાઉન્ટર પર જ મોકલી આપી. ત્યાં જ અંતે બેગ ચેકિંગ કરાવ્યું હતું.

