સ્થાનિક સુવિધા સુધારવા ઓલ્ડહામ કેર્સની ફાસ્ટ ગ્રાન્ટની સુવિધા

Wednesday 26th September 2018 06:52 EDT
 
 

ઓલ્ડહામ કેર્સ રહીશો અને કોમ્યુનિટી ગ્રૂપ્સને તેમના સ્થાનિક વિસ્તારમાં સુધારાવધારા માટે ફાસ્ટ ગ્રાન્ટની અરજી કરવા અનુરોધ કરે છે. તેમાં ૫૦ પાઉન્ડથી ૫૦૦ પાઉન્ડ સુધીની રકમ મળી શકે છે. તેનો ઉપયોગ લોકલ એરિયામાં સુધારા, સ્ટે એન્ડ પ્લે ગ્રૂપ્સ તથા આર્ટ્સ એન્ડ ક્રાફ્ટ્સ ગ્રૂપ, સ્થાનિક પ્રતિભા અને કૌશલ્યના વિકાસ અથવા સમુદાયને ફીટ અને તંદુરસ્ત રાખવા પાછળ તે ખર્યી શકાય છે.

આ ગ્રાન્ટ કોમ્યુનિટીઓને એકબીજાની નજીક લાવવા અમલી બની છે અને ઓલ્ડહામને લાભ થતો હોય તેવી કોઈપણ વ્યક્તિ અરજી કરી શકશે. અને

સમુદાયોમાં અસ્તિત્વમાં રહેલી શક્તિઓને વધુ મજબુત બનાવવા પર ભાર મૂકતી થ્રાઈવીંગ કોમ્યુનિટીઝ યોજના મારફતે આ ફાસ્ટ ગ્રાન્ટ ઉપલબ્ધ કરાઈ છે.

કેબિનેટ મેમ્બર ફોર હેલ્થ એન્ડ વેલબીઈંગ કાઉન્સિલર ઝાહિદ ચૌહાણે જણાવ્યું હતું કે ઘણી વખત વોકિંગ, ગાર્ડનીંગ અને સપોર્ટ ગ્રૂપ્સ જેવી કોમ્યુનિટીની સુવિધાઓ અને પ્રવૃત્તિઓનો આનંદ લેવો એ શ્રેષ્ઠ દવાનું કામ કરે છે. કોમ્યુનિટી દ્વારા જે ઉપલબ્ધ હોય તેનો આનંદ લેવામાં દરેકને મદદ કરવાથી લોકો સાથે સંકળાવાને લીધે એકલતા ઘટે છે.

લીડર ઓફ ઓલ્ડહામ કાઉન્સિલ કાઉન્સિલર સીન ફિલ્ડિંગે જણાવ્યું હતું કે સારો આઈડિયા આપનાર અને સમાજનું સારું કરવા ઈચ્છતી દરેક વ્યક્તિને તેઓ આ ગ્રાન્ટ મેળવવા અરજી કરવા પ્રોત્સાહન આપશે. તે પ્રક્રિયા ખૂબ સરળ છે અને માત્ર પાંચ મિનિટનો જ સમય જશે.

અરજદારો www.oldhamcares.com/fast-grants નીમુલાકાત લઈને અથવા [email protected] ઈમેલ એડ્રેસ પર ફાસ્ટ ગ્રાન્ટ મેળવવા અરજી કરી શકશે.


comments powered by Disqus