૭૫ પાઉન્ડથી ઓછી કિંમતની ગિફ્ટ હશે તો લગ્નમાં એન્ટ્રી નહીં !!

Wednesday 26th September 2018 07:01 EDT
 

લંડનઃ આજકાલ મહેમાનોને લગ્નનું આમંત્રણ આપવાની સાથે ડ્રેસકોડ અને સમારંભમાં શું કરવું અને શું નહીં એની યાદી આપવાનો નવો વિચિત્ર ટ્રેન્ડ શરૂ થયો છે. એક બ્રિટિશ મહિલાએ પોતાને મળેલી કંકોત્રી સાથે લગ્નના નિયમોની યાદી મીડિયા પર શેર કરી હતી. જે યુવતીનાં લગ્ન છે તેના વતી વેડિંગ-પ્લાનરે આ નિયમાવલિનું રિમાઇન્ડર ઇ-મેઇલ દ્વારા તેમને મોકલ્યું હતું. યાદીમાં સ્પષ્ટ જણાવાયું હતું કે લગ્નપ્રસંગ શરૂ થવાની ૧૫થી ૩૦ મિનિટ પહેલાં સ્થળ પર હાજર થઈ જવું, વ્હાઇટ, ક્રીમ કે આઇવરી કલરના કપડાં ન પહેરવાં. હેરસ્ટાઇલમાં પોનીટેઇલ જ લેવી, સેરેમની ચાલી રહી હોય ત્યારે મોબાઇલથી રેકોર્ડિંગ કરવું નહીં, આખા ચહેરા પર મેકઅપ ન કરવો, જ્યાં સુધી કહેવામાં ન આવે ત્યાં સુધી ફેસબુક પર આ સમાચાર ન મૂકવા, જ્યારે સૂચના મળે ત્યારે પ્રોપર હેશટેગ સાથે જ સોશિયલ મીડિયા પર તમામ પિકચર્સ અપલોડ કરવા, આખી સેરેમની દરમિયાન નવવધૂ (બ્રાઈડ) સાથે વાત કરવાનો પ્રયત્ન ન કરવો.

છેલ્લે જે સૂચના આપી હતી તેમાં તો હદ જ થઈ ગઈ. એમાં સ્પષ્ટ લખ્યું હતું કે ૭૫ પાઉન્ડ કે તેથી વધુ કિંમતની ગિફ્ટ સાથે જ આવવું, નહીંતર સમારંભમાં હાજરી આપી શકાશે નહીં.


comments powered by Disqus