આઈપીએલ સિઝન-૧૧નો છઠ્ઠી એપ્રિલથી રંગારંગ પ્રારંભઃ ફાઇનલ મુંબઇમાં રમાશે

Friday 02nd February 2018 05:24 EST
 
 

નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) સિઝન-૧૧ની પ્રારંભિક મેચ સાત એપ્રિલે મુંબઈમાં રમાશે તેમ આઈપીએલ કમિશનર રાજીવ શુક્લાએ કહ્યું હતું. શુક્લાના જણાવ્યા પ્રમાણે, આઈપીએલની ઓપનિંગ મેચના એક દિવસ અગાઉ છઠ્ઠી એપ્રિલે ઓપનિંગ સેરેમની પણ યોજાશે. આ ઉપરાંત ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ ૨૭ મેના રોજ મુંબઈમાં જ રમાશે.
આ વખતે બે વર્ષથી પ્રતિબંધ ભોગવી રહેલી ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ પરત ફરી રહી છે. તેની સાથે જ ગુજરાત લાયન્સ અને રાઇઝિંગ પુણે સુપર જાયન્ટ્સ ટીમ બહાર થઈ ગઈ છે.
કિંગ્સ ઇલેવન પંજાબ પોતાના ચાર ઘરેલુ મુકાબલા મોહાલીમાં અને ત્રણ મુકાબલા ઇંદોરમાં રમશે.
રાજસ્થાન રોયલ્સઃ સ્ટોક્સ, ઉનડકટ, સંજૂ સેમસન, આર્ચર, ગૌતમ કૃષ્ણપ્પા, બટલર, રહાણે, ડાર્ચી શોર્ટ, રાહુલ ત્રિપાઠી, ધવલ કુલકર્ણી, ઝાહિર ખાન પકતીન, બેન લાફલિન, સ્ટુઅર્ટ બિન્ની, દુશમંથા ચામીરા, અનુરીતસિંહ, સ્ટિવ સ્મિથ, આર્યમેન વિક્રમ બિરલા, મિથુન, શ્રેયસ ગોપાલ, પ્રશાંત ચોપડા, જતિન સક્સેના, અંકિત શર્મા, લોમરોરે
રોયલ ચેલેન્જર્સ બેંગલોરઃ વિરાટ કોહલી, ડીવિલિયર્સ, સરફરાઝ ખાન, ક્રિસ વોક્સ, ઉમેશ યાદવ, બ્રેન્ડન મેક્કુલમ, ક્વિંટન ડી કોક, ચહલ, મનન વોહરા, કોલિન ડી ગ્રાન્ડહોમી, મોઇન અલી, કુલવંત ખેજરોલિયા, નાથાન કાઉલ્ટર નાઇલ, મનદીપ , અનિકેત ચૌધરી, મુરુગન અશ્વિન, પવન નેગી, નવદીપ સૈની, વોશિંગ્ટન સુંદર, મોહમ્મદ સિરાઝ
કિંગ્સ ઇલેવન પંજાબઃ અશ્વિન, ડેવિડ મિલર, માર્ક્સ સ્ટોનિસ, યુવરાજસિંહ, મયંક અગ્રવાલ, કરુણ નાયર, લોકેશ રાહુલ, એરોન ફિન્ચ, મોહિત શર્મા, અંકિત રાજપૂત, મુજિબ ઝાદરાન, અક્ષર, મન્જૂર ડાર, પ્રદીપ સાહૂ, મનોજ તિવારી, એન્ડ્રયુ ટાય, આકાશદીપ નાથ, ગેઇલ, મોહિત શર્મા, બરિન્દર સરાં, બેન દ્વારશિયસ, મયંક ડાગર
દિલ્હી ડેરડેવિલ્સઃ પૃથ્વી શો, અભિષેક શર્મા, મનોજ કાલરા, કોનિલ મુનરો, ટ્રેન્ટ બાઉલ્ટ, ગૌતમ ગંભીર, જેસન રોય, અમિત મિશ્રા, શાહબાજ નદીમ, ગ્લેન મેક્સવેલ, હર્ષલ પટેલ, રાહુલ તિવેટીયા, જયંત યાદવ, મો. શમી, ડેનિયલ ક્રિસ્ટિયન, ગુરકિરાત-સિંહ, કાગિસો રબાડા, અવૈશ ખાન, ક્રિસ મોરિસ, શ્રેયસ ઐયર, રિષભ પંત
મુંબઇ ઇન્ડિયન્સઃ રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, બુમરાહ, કૃણાલ, ઇશાન કિશન, પોલાર્ડ, પેટ કમિન્સ, ઇવિન લેવિસ, સૂર્યકુમાર યાદવ, બેન કટિંગ, મુસ્તાફિઝુર રહેમાન, ચેહર, જેસન, સાંગવાન, પી. તિવારી, તજિન્દ્ર ધિલ્લોન, ધનંજય, આદિત્ય તારે, લાડ, મયંક મારકંડે, શરદ લૂંબા, અનુકૂલ રોય, મોહસિન ખાન, એમડી નિધિશ
સનરાઇઝર્સ હૈદરાબાદઃ વોર્નર, ભુવનેશ્વર, મનીષ પાંડે, રશિદ ખાન, ધવન, સાહા, સિદ્ધાર્થ કૌલ, દીપક હુડા, સૈયદ અહેમદ, સંદીપ શર્મા, નબી, કેન વિલિયમ્સન, બ્રાથવેઇટ, સાકિબ અલ હસન, યુસુફ પઠાણ, શ્રીવત્સ ગોસ્વામી, ક્રિસ જોર્ડન, બિલી સ્ટેનલેક, સચિન બેબી, બિપુલ શર્મા, મેહદી હસન, રિકી ભૂઇ, નટરાજન, બાસિલ થંપી, તન્મય અગ્રવાલ
કોલકાતા નાઇટ રાઇડર્સઃ શુભમ ગિલ, ઇશાંક જગ્ગી, શિવમ માવી, દિનેશ કાર્તિક, મિચેલ સ્ટાર્ક, જ્હોન્સન, ક્રિસ લિન, પીયૂષ ચાવલા, ઉથપ્પા, કુલદીપ યાદવ, નરૈન, આંદ્રે રસેલ, નાગરકોટી, અંકિત રાજપૂત, વિનય કુમાર, અપૂર્વ વાનખેડે, નિતીશ રાણા, રિંકૂ સિંહ, કેમરન ડેલપોર્ટ તેમજ જેવોન સિયરલેસ
ચેન્નઇ સુપર કિંગ્સઃ ધોની, રવીન્દ્ર જાડેજા, રૈના, જાધવ, ડ્વેન બ્રેવો, કરન શર્મા, વોટસન, શાર્દુલ ઠાકુર, રાયડૂ, હરભજન, મુરલી વિજય, તાહિર, ફાફ ડૂ પ્લેસિસ, માર્ક વૂડ, બિલિંગ્સ, દીપક ચહેર, મિચેલ સાન્તેનર, લુનગી નગિડી, આસિફ કે. એમ., જગદીશન, કનિષ્ક સેઠ, મોનૂસિંહ, ધ્રૂવ શોરે, ક્ષિતિજ શર્મા, ચૈતન્ય બિશ્નોઇ


comments powered by Disqus