કંગના સાથે ‘મેન્ટલ’ બનશે વિકી કૌશલ

Saturday 03rd February 2018 06:00 EST
 
 

કંગના રનૌતને વિવિધ પ્રકારના ચેલેન્જિંગ રોલ કરવા ગમે છે. તે માટે જ તેણે હાલમાં એક અનોખી ફિલ્મ સાઈન કરી છે. આ ફિલ્મનું નામ ‘મેન્ટલ’ રખાશે એવું મનાય છે કારણ કે આ નામ કંગનાને ગમે છે. આ ટાઇટલ સલમાન ખાને રજિસ્ટર કરાવ્યું છે, પણ એ કંગનાને મળી જશે એવી આશા છે. આ ફિલ્મ માં વિકી કૌશલને લીડ રોલમાં લેવાયો છે. આમ તો  આ રોલ માટે આયુષ્માન ખુરાનાથી લઈને રાજકુમાર રાવ સુધીના એક્ટરના નામ લેવાઈ રહ્યાં હતાં, પણ સાંભળવામાં આવ્યું છે કે વિકી કૌશલનો આ રોલ માટે સંપર્ક કરાયો અને તેણે આ ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચી એ વિકી કૌશલ આ રોલના પ્રેમમાં પડી ગયો હતો. તેણે ફિલ્મ માટે તરત જ હા પણ પાડી દીધી હતી. સામે ફિલ્મમેકર્સને પણ લાગ્યું હતું કે વિકી આ રોલ માટે પરફેક્ટ છે તેથી તેને તુરંત જ સાઈન કરી લેવાયો હતો.


comments powered by Disqus