ફળોની રાણી સ્વાસ્થ્ય માટે છે લાભદાયી

હેલ્થ ટિપ્સ

Saturday 03rd February 2018 05:51 EST
 
 

લાલ, લીલા, કાળા અને વાયોલેટ વગેરે જેવા વિવિધ રંગોમાં જોવા મળતી દ્રાક્ષને ફળોની રાણી માનવામાં આવે છે. ભારત સહિતન ઘણા દેશોમાં આ ફળને ડ્રાય કરીને ડ્રાય ફ્રૂટ તરીકે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. ખાટી-મીઠી આ દ્રાક્ષ ન્યુટ્રિશનથી ભરપૂર હોય છે. આવો જાણીએ દ્રાક્ષ દ્વારા થતાં સ્વાસ્થ્યના ફાયદા વિશે.
• દ્રાક્ષમાં ફ્લેવોનોઇડ નામનું તત્ત્વ હોય છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે. દ્રાક્ષના સેવનથી પેટ ભરેલું હોય તેવો અનુભવ થાય છે.
• દ્રાક્ષનું સેવન કરવાથી આંખોને સ્વસ્થ રાખવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. નિયમિત રીતે દ્રાક્ષનું સેવન કરવાથી આંખો સ્વસ્થ રહે છે.
• દ્રાક્ષના રેસા દાંતને મજબૂત બનાવે છે.
• દ્રાક્ષમાં હાઇડ્રેટિંગ ક્ષમતા વધારે હોય છે, જે આપણા ફેફસાંમાં જનારા મોઇશ્વરને ઓછું કરે છે અને અસ્થમાની બીમારીમાં રાહત આપે છે.
• વાયોલેટ રંગની દ્રાક્ષનો જ્યૂસ પીવાથી બ્રેસ્ટ કેન્સર સામે રક્ષણ મળે છે. નિયમિત રીતે આ દ્રાક્ષનું સેવન કરવાથી સકારાત્મક પરિણામ પ્રાપ્ત થશે.
• માઇગ્રેનની સમસ્યામાં દ્રાક્ષ ઔષધિનું કામ કરે છે. માઇગ્રેનમાં લાલ રંગની દ્રાક્ષનું સેવન કરવાથી આ બીમારીથી છૂટકારો મળશે.
• હાઈ બ્લડપ્રેશરના દર્દીને દ્રાક્ષના સેવનની સલાહ આપવામાં આવે છે, કારણ કે દ્રાક્ષ શરીરમાં સોડિયમ દ્વારા થતા પ્રભાવને ઓછું કરી શકે. બીજ વિનાની લીલી દ્રાક્ષમાં પોટેશિયમ ભરપુર હોય છે.


comments powered by Disqus