આલિયા ભટ્ટે ‘ગલી બોય’ના શૂટિંગમાંથી બ્રેક લઈને તાજેતરમાં તેની ખાસ મિત્રે કૃપા મહેતાના લગ્ન માણ્યા હતા. કૃપાના લગ્નમાં સામેલ થવા આલિયા ખાસ જોધપુર પહોંચી હતી. આલિયાએ મિત્રના લગ્નની યાદગાર પળો તસવીર સ્વરૂપે સોશિયલ મીડિયા પર પમ મૂકી હતી. આલિયાએ કૃપાના લગ્નમાં ધમાલ મસ્તી સાથે પોતાના ગીતો પર ડાન્સ પણ કર્યો હતો તેનો વીડિયો પણ હાલમાં વાયરલ થઈ રહ્યો છે.

