• લેસ્ટર ફ્રેન્ડસ ઓફ ઓક્સફર્ડ સેન્ટર ફોર હિંદુ સ્ટડીઝ દ્વારા શનિવાર તા. ૦૩-૦૨-૧૮ સાંજે ૬.૩૦થી રાત્રે ૯ દરમિયાન ‘ડોન્ટ માઈન્ડ ! ધ કન્સેપ્ટ ઓફ માઈન્ડ ઈન હિંદુઝમ’ વિષય પર ડો. રમેશ પટણીના પ્રવચનનું બેલ્ગ્રેવ નેબરહૂડ સેન્ટર, રોથલી સ્ટ્રીટ, લેસ્ટર LE4 6LF ખાતે આયોજન કરાયું છે. ઈમેલ દ્વારા સંપર્ક. [email protected]
• શ્રી ઠાકુર અનુકુલચંદ્રના સત્સંગનું શનિવાર તા.૦૩-૦૨-૧૮ સાંજે ૬ વાગે રેડિંગ હિંદુ ટેમ્પલ, ૧૧૨, વ્હીટલી સ્ટ્રીટ, રેડિંગ RG2 0EQખાતે આયોજન કરાયું છે. સંપર્ક. રાજશ્રી રોય 07868 098 775
• આદ્યશક્તિ માતાજી મંદિર, ૫૫ હાઇસ્ટ્રીટ, કાઉલી UB8 2DZ ખાતે શનિવાર તા. ૦૩-૨-૧૮ બપોરની આરતી બાદ હનુમાન ચાલીસા - રવિવાર તા. ૦૪-૦૨-૧૮ના રોજ બપોરે ૩ કલાકે ભજન અને બાદમાં આરતી, મહાપ્રસાદનું આયોજન કરાયું છે. મહાપ્રસાદના સ્પોન્સર કિરીટભાઈ અને પરિવાર છે. સંપર્ક: જશવંત માઇચા 07882 253 540
• પૂ. રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું રવિવાર તા. ૦૪-૦૨-૧૮ સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર જીજ્ઞાસુ સત્સંગ મંડળની બહેનો છે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310
• ઓમ શક્તિ ડે સેન્ટર ક્રિસમસ અને નવા વર્ષની રજાઓ બાદ આગામી તા. ૭-૨-૨૦૧૮થી રાબેતા મુજબ મેસફિલ્ડ સ્યુટ, હેરો લેઝર સેન્ટર, ક્રાઇસ્ટ ચર્ચ એવન્યુ, હેરો ખાતે શરૂ થઇ રહ્યું છે. તેનો સમય સવારના ૯-૩૦થી બપોરના ૩ સુધીનો રહેશે. સંપર્ક: રંજનબેન માણેક 07930 335 978.
• કેન્સર રિસર્ચ યુકે અને કિડની રિસર્ચ યુકેના લાભાર્થે જલ્પા શાહના કથક નૃત્યના કાર્યક્રમનું રવિવાર તા.૧૧-૦૨-૧૮ સાંજે ૫ વાગે સ્ટ્રેટફર્ડ સર્કસ આર્ટ સેન્ટર, થિયેટર સ્ક્વેર, લંડન E15 1BX ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 020 8279 1001
• હ્યુમન સર્વિસ ટ્રસ્ટ યુકેના ઉપક્રમે અઝગર એન્ડ ગ્રૂપ તથા ઘનશ્યામ મંડળ દ્વારા સૂરીલા ગીતો અને ગઝલોના કાર્યક્રમનું રવિવાર તા.૦૪-૦૨-૧૮ બપોરે ૩થી સાંજે ૬ (બાદમાં ડિનર) દરમિયાન શ્રી એડન દેપાળા મિત્ર મંડળ કોમ્યુનિટી સેન્ટર, ૬૭એ, ચર્ચ લેન, લંડન N2 8DR ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. નરેન્દ્ર ચૌહાણ 07838 028 900, સુરેશ દેપાળા 07770 470 532 વધુ વિગત માટે જુઓ જાહેરાત
પાન નં ૨૭
• ભક્તિવેદાંત મેનોર, હરે કૃષ્ણ ટેમ્પલ, ધરમ માર્ગ, હિલફિલ્ડ લેન, વોટફર્ડ, હર્ટ્સ WD25 8EZ ખાતે આરતીનો સમય – સવારે ૪.૩૦, ૭.૦૦, ૮.૧૫, બપોરે ૧૨.૩૦, ૪.૨૦, સાંજે ૭.૦૦ અને રાત્રે ૯.૦૦ (દરરોજ બપોરે ૧થી ૪.૨૦ સુધી દર્શન બંધ રહેશે. જોકે, રવિવાર અને તહેવારના દિવસે બપોરે ૧૨.૩૦થી ૩.૪૫ સુધી દર્શનનો લાભ લઈ શકાશે.) વેબસાઈટઃ WWW.KRISHNATEMPLE.COM સંપર્કઃ 01923 851 000
સાભાર સ્વીકાર
• ડો. મફતલાલ પટેલ દ્વારા પ્રકાશિત શિક્ષણજગત વિશેના ગુજરાતી માસિક ‘અચલા’નો જાન્યુઆરી ૨૦૧૮નો અંક મળ્યો છે.
