રિતિક રોશનના જન્મદિને ૧૦મી જાન્યુઆરીએ રાકેશ રોશને ‘ક્રિશ’ સિરીઝની આગામી ફિલ્મની જાહેરાત કરી દીધી હતી. આ ફિલ્મમાં રિતિક સાથે કઈ હિરોઈનની જોડી જામી શકે એ અંગે ઘણી વિચારણા પછી રોશન્સે નક્કી કર્યું છે કે તાજેતરમાં આવેલી ફિલ્મ ‘ટાઇગર ઝિંદા હૈ’માં કેટરિના કેફે સુંદર એક્શન પર્ફોર્મન્સ આપ્યું છે તેથી તેને જ ‘ક્રિશ’ સિરીઝમાં પસંદ કરવી યોગ્ય રહેશે. આ અંગે કેટી સાથે વાતચીત પણ થઈ ગઈ હોવાનું સંભળાય છે. ઉલ્લેખનીય છે કે રિતિક અને કેટરિનાએ અગાઉ ‘ઝિંદગી ના મિલેગી દોબારા’ અને ‘બેંગબેંગ’માં સાથે કામ કર્યું હતું.

