ફિલ્મ ‘બાહુબલી’ ફેમ તમન્ના ભાટિયા ૨૯મી જાન્યુઆરીએ હૈદરાબાદના હિમાયતનગરમાં એક જ્વેલરી શોપના ઉદ્ઘાટનમાં ગઈ હતી. ત્યાં કોઈ વિચિત્ર વર્તણૂક ધરાવતા ૩૧ વર્ષીય માણસ કરીમુલ્લાહે તમન્ના પર ચંપલ ફેંક્યું હતું. જોકે જ્વેલરી શોપનો એક કર્મચારી વચ્ચે આવી જતાં તમન્નાના બદલે તેને વાગ્યું હતું. નારાયણગુડા પોલીસસ્ટેશનના ઇન્સ્પેક્ટર રવીન્દ્રે જણાવ્યું હતું કે, બી ટેકમાં સ્નાતક અને મુશીરાબાદમાં રહેનાર કરીમુલ્લાહે તમન્ના પર ચંપલ જાણી જોઈને ફેંક્યું હતું, કારણ કે તમન્નાના અભિનયથી તે નિરાશ થયો હતો.

