આઈપીએલ-૧૧ના પ્રારંભે મુંબઈ-ચેન્નાઈની ટક્કર

Wednesday 28th February 2018 06:05 EST
 
 

મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ સિઝન ૧૧નો પ્રથમ મુકાબલો ૭ એપ્રિલ ૨૦૧૮ના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને બે વર્ષના પ્રતિબંધ બાદ ફરી મેદાનમાં ઉતરી રહેલી ચેન્નાઈ સુપરકિંગ્સ વચ્ચે ખેલાશે. આ ઉપરાંત ક્વોલિફાયર વન અને ફાઈનલ મેચ પણ અનુક્રમે ૨૨ મે અને ૨૭ મેના રોજ વાનખેડે સ્ટેડિયમમાં જ રમાશે.
ટૂર્નામેન્ટમાં કુલ મળીને ૪૮ મેચો રાત્રિના સમયમાં અને ૧૨ મેચો દિવસના સમયમાં રમાશે. આઇપીએલની ગવર્નિંગ કાઉન્સીલે મેચના સમયમાં કોઈ ફેરફાર કર્યો નથી, જેના કારણે મેચ અગાઉના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર ભારતીય સમય અનુસાર પહેલી મેચ સાંજે ૪.૦૦ વાગ્યાથી અને બીજી મેચ રાત્રે ૮.૦૦થી શરૂ થશે. આઇપીએલમાં સપ્તાહાંતે બે-બે મેચો રમાશે.


comments powered by Disqus