ગાયક અંકિત તિવારીએ ૨૩ ફેબ્રુઆરીએ પલ્લવી શુકલા સાથે લગ્ન કર્યાં છે. પલ્લવી મિકેનિકલ એન્જિનિયર છે અને છેલ્લા દસ વર્ષથી બેંગલુરુમાં કામ કરે છે. વીસમી ફેબ્રુઆરીએ અંકિત અને પલ્લવીની કાનપુરમાં સગાઇ થઇ હતી. અંકિતે લગ્નના ફોટા સાથે ટ્વિટ કર્યું હતું કે ‘તુમ મેરા આજ હો ઔર આનેવાલે સારે કલ હો.’ અંકિત માટે તેની દુલ્હન તેની દાદીએ શોધી છે. અંકિતની દાદી ગયા વર્ષે ઓકટોબર મહિનામાં કાનપુરથી નવી દિલ્હી જઇ રહી હતી તે દરમિયાન ટ્રેનમાં તેમની મુલાકાત પલ્લવી સાથે થઇ હતી અને પોતાના પૌત્ર અંકિત માટે લગ્નનો પ્રસ્તાવ તે જ સમયે પલ્લવી સામે મૂકી દીધો હતો. લગ્ન બાદ અંકિત નવી દિલ્હી, ચંડીગઢ અને કોલકાતામાં પોતાના કોન્સર્ટ પૂર્ણ કરશે ત્યારબાદ મુંબઇમાં પોતાના મિત્રો અને બી-સ્ટાર્સ માટે રિસેપ્શન રાખવાનો છે.

