મલપ્પુરમ: તાજેતરમાં કેરળમાં એક મહિલાએ જુમ્માની નમાજ પઢાવીને ઐતિહાસિક વિક્રમ સર્જ્યો છે. જમીતા નામની આ મહિલાને દેશની પહેલી મહિલા ઇમામ ગણાવાઈ રહી છે. જમીતાએ કુરાન અને સુન્નત સોસાયટીના મુખ્યાલય ચેરુકોડમાં જુમ્માની નમાજ અદા કરાવી હતી. તેણે નમાજ દરમિયાન થતા ભાષણ ‘ખુતબા’ની પણ આગેવાની કરી. જમીતાએ જણાવ્યું કે દેશમાં પહેલી વાર કોઈ મહિલાએ જુમ્માની નમાજ અદા કરાવી છે. કુરાનમાં જાતિના આધાર પર કોઈ નિયંત્રણ નથી. કુરાનમાં ક્યાંય નથી લખ્યું કે જુમ્માની નમાજ માત્ર પુરુષ જ કરાવી શકે.
અમે સમાજમાં એવો સંદેશો આપવા આ પગલું ભર્યું છે કે ઇસ્લામમાં સ્ત્રી અને પુરુષ સમાન છે. આવનારા દિવસોમાં અમે અન્ય સ્થળોએ પણ આમ કરીશું.

