આ એક એવું ફળ છે બાળકોથી લઈને મોટેરા સહુ કોઇને ભાવતું હોય છે. ખાટી-મીઠી નારંગી સ્વાસ્થ્ય માટે પણ લાભદાયક છે. નારંગીમાં અનેક પ્રકારના વિટામિન રહેલા છે, જે અનેક પ્રકારના નાના-મોટા રોગને નિવારવા માટે મદદ કરે છે. આવો જાણીએ નારંગીના ગુણો વિશે...
• દરરોજ નારંગીનું સેવન કરવાથી કિડની સ્ટોનનો ભય ઓછો રહે છે.
• નારંગીમાં ભરપૂર માત્રામાં રહેલું વિટામીન સી અને રેસા ખોરાક પચાવવામાં ખૂબ મદદ કરે છે. નારંગીનો જ્યૂસ પીવાથી ખોરાકનું પાચન ઝડપથી થાય છે.
• નારંગીમાં જોવા મળતું હસ્પેરીડીન અને મેગ્નેશિયમ બ્લડપ્રેશરને પ્રભાવશાળી રીતે નિયંત્રિત કરે છે.
• નારંગીમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં કેલેરી જોવા મળે છે, અને તે ફાયબરથી સમૃદ્ધ હોય છે, જેના કારણે તમને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી, અને તમારા વજનમાં ઘટાડો થાય છે.
• નારંગીમાં ફોલિક એસિડ ભરપૂર પ્રમાણમાં હોય છે, જે મગજનો વિકાસ કરવામાં સહાય કરે છે.
• નારંગીમાં રહેલું પેક્ટિન હાનિકારક કોલેસ્ટ્રોલ ઘટાડે છે.

