પ્રિયંકા ચોપરાએ નીરવ મોદી બ્રાન્ડ સાથે કરાર રદ કર્યો

Thursday 01st March 2018 06:16 EST
 
 

પંજાબ નેશનલ બેંક (પીનએનબી) કાંડના મુખ્ય સૂત્રધાર અને ભાગેડુ નીરવ મોદીનું નામ ચર્ચાના ચગડોળે ચડ્યા પછી બોલિવૂડની અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ નીરવ મોદીની બ્રાન્ડ સાથેને કરાર રદ કરી દીધો છે તેમ અભિનેત્રીના પ્રવક્તાએ જણાવ્યું છે. પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે તાજેતરમાં મૂકવામાં આવેલા આરોપોને ધ્યાનમાં રાખી પ્રિયંકા ચોપરાએ નીરવ મોદી બ્રાન્ડ સાથે કરાયેલો કરાર રદ કર્યો છે.
બીજી બાજુ કૌભાંડનો શિકાર બનેલી પીએનબીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે વિરાટ કોહલી અમારા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ચાલુ રહે છે.


comments powered by Disqus