બ્રેન્ટને ૨૦૨૦ માટે લંડન બરો ઓફ કલ્ચર જાહેર કરાતા સ્થાનિકોમાં ભારે ઉત્સાહ

Wednesday 28th February 2018 06:20 EST
 

લંડનઃ બ્રેન્ટને ૨૦૨૦ની લંડન બરો ઓફ કલ્ચર જાહેર કરવામાં આવી હતી. તેના પ્રતિભાવમાં લંડન એસેમ્બલીના સ્થાનિક સભ્ય નવિન શાહ AM એ જણાવ્યું હતું, ‘બ્રેન્ટની પસંદગી ૨૦૨૦ની લંડન બરો ઓફ કલ્ચર તરીકે કરવામાં આવી છે તેનાથી હું ખૂબ ખુશ થયો છું. આને લીધે સ્થાનિક લોકો માટે ઘણી તકો ઉભી થશે અને ૧ મિલિયન પાઉન્ડનો એવોર્ડ આપણા સમાજની પ્રતિભા અને રચનાત્મકતા માટે અપાશે તે જોવાની હું પ્રતીક્ષા કરી શકતો નથી.

બ્રેન્ટ કાઉન્સિલના બીડમાં ૧૬ પોપ અપ વિઝ્યુઅલ આર્ટ્સ, ડાન્સ, થિયેટર અને સંગીત કૃતિઓ સાથે ૨૦૦,૦૦૦ લોકો માટે વિશાળ સમરટાઈમ સ્ટ્રીટ પાર્ટીનો સમાવેશ થાય છે. તેમાં ‘બ્રેન્ટ લીવ્સ’ તરીકે જાણીતા મોટા પાયાના નોટ ફોર પ્રોફિટ મીડિયા પાઈલોટ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. વધુમાં બ્રેન્ટને ૨૦૨૦ માટે સ્થાનિક લોકો, લંડનવાસીઓ અને પ્રવાસીઓ માટે ઓપન એર મ્યુઝિયમ બનાવવાની પણ યોજના છે. બ્રેન્ટના વાસ્તવિક સમૃદ્ધ વૈવિધ્યની આ સાચી પ્રશંસા છે અને સંસ્કૃતિ, કળા અને નવીનતાની વાત આવે ત્યારે મોખરે રહેવાનો બરોનો ઝળહળતો રેકોર્ડ છે.

તેમણે જણાવ્યું હતું, ‘ હું બીડ માટે ઉત્સાહપૂર્વક જોડાનારા તમામ સ્થાનિક બિઝનેસ, સ્કૂલો અને રહીશોનો આભાર માનું છું. આ તેમણે કરેલા સખત પરીશ્રમનો અને આખો સમાજ એકસાથે થઈને મોટા કામ કરી શકે તેનો પૂરાવો છે.’


comments powered by Disqus