લેસ્ટરઃ પોલીસે આ વિસ્ફોટમાં મૃત્યુ પામેલા પાંચ લોકોના નામ આપ્યા હતા. વિસ્ફોટ પછી એક માતા અને તેના બે તરૂણ પુત્ર તેમજ બે યુવતીઓ લાપતા હોવાનું ડિટેક્ટિવોએ જણાવ્યું હતું.
વિસ્ફોટ થયો તે વખતે ૪૬ વર્ષીય મેરી રઘુબીર તેમના પુત્રો સ્કોટી (૧૫) અને સીન (૧૬) અને શેન (૧૮) સાથે ફ્લેટમાં ટીવી જોતા હતા. વિસ્ફોટ પછી તે ત્રણેય લાપતા છે. આ ઉપરાંત, શેનની ગર્લફ્રેન્ડ લીહ બેથ રીક (૧૮) અને સ્ટોરમાં પહેલી જ ટ્રાયલ શીફ્ટમાં આવેલી ૨૨ વર્ષીય વિક્ટોરીજા જેવેલ્વાનો પણ વિસ્ફોટ બાદ પત્તો નથી. પોલીસે જણાવ્યું હતું કે કાટમાળમાંથી પાંચ માનવ અવશેષો મળી આવ્યા હતા.
