• BAPS સ્વામીનારાયણ મંદિર નીસડન, ૧૦૫-૧૧૯, બ્રેન્ટફિલ્ડ રોડ, નીસડન, લંડન NW10 8LD ખાતે શનિવાર તા.૦૩-૦૩-૧૮ સાંજે ૭.૧૫થી રાત્રે ૮.૪૫ ભગતજી મહારાજ જયંતી - પ્રતીક ઉત્સવ, તિથિ સમૈયાનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક. 020 8965 2651
• રાધા કૃષ્ણ ટેમ્પલ, શ્રી નાથજી હવેલી, ૩૩ બાલમ હાઈ રોડ, લંડન SW12 9AL ખાતે શનિવાર તા.૩-૩-૧૮ બપોરે ૧૨થી ૩.૩૦ દરમિયાન ડોલ ઉત્સવ – ધૂળેટીની ઉજવણીનું આયોજન કરાયું છે. બાદમા મહાપ્રસાદ. સંપર્ક. 020 8675 3831
• આદ્યશક્તિ માતાજી મંદિર, ૫૫ હાઇસ્ટ્રીટ, કાઉલી UB8 2DZ ખાતે શનિવાર તા. ૦૩-૦૩-૧૮ બપોરની આરતી બાદ હનુમાન ચાલીસા - રવિવાર તા. ૦૪-૦૩-૧૮ના રોજ બપોરે ૩ કલાકે ભજન અને બાદમાં આરતી, મહાપ્રસાદનું આયોજન કરાયું છે. સંપર્ક: જશવંત માઇચા 07882 253 540
• શ્રી ઠાકુર અનુકુલચંદ્રના સત્સંગનું શનિવાર તા.૦૩-૦૩-૧૮ સાંજે ૬ વાગે રેડિંગ હિંદુ ટેમ્પલ, ૧૧૨, વ્હીટલી સ્ટ્રીટ, રેડિંગ RG2 0EQખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 07868 098 775
• પૂ. રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું રવિવાર તા. ૦૪-૦૩-૧૮ સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર નેમાબેન ફતુભાઈ મૂલચંદાણી અને સુનિતાબેન મંગલાણી (યુએસએ) છે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310
• વિશ્વ કિડની દિવસ આગામી તા. ૮ માર્ચ, ર૦૧૮ ગુરૂવારના રોજ યોજાઇ રહ્યો છે ત્યારે કિડની એજયુકેશન ફાઉન્ડેશન દ્વારા કિડનીના રોગ અંગેની નિ:શુલ્ક વિસ્તૃત માહિતી વેબસાઇટ www.KidneyEducation.com પરથી વિશ્વની ૩૫ ભાષામાં મેળવી શકશો.
શુભ લગ્ન
શ્રીમતી વર્ષાબેન અને શ્રી હર્ષદભાઈ કોઠારીની સુપુત્રી ચિ. પાયલના લગ્ન શ્રીમતી નીતાબેન ત્રિવેદી અને શ્રી ભાર્વિભાઈના સુપુત્ર ચિ.નીલ સાથે શનિવાર તા.૭-૪-૨૦૧૮ના રોજ નિરધાર્યા છે. નવદંપતીને 'ગુજરાત સમાચાર' તરફથી શુભકામના
•••
શ્રીમતી ઉર્મિલાબેન અને શ્રી મુકુન્દભાઈ આર. સામાણી (લેસ્ટર)ના સુપુત્ર ચિ. મેહૂલના લગ્ન ચિ. જેસીકા બ્લાયથ સાથે શનિવાર તા.૧૭-૩-૨૦૧૮ના રોજ નિરધાર્યા છે. નવદંપતીને 'ગુજરાત સમાચાર' તરફથી શુભકામના