‘ધ વોઈસ ઈન્ડિયા કિડ્ઝ’ના જજ પેપોનનું રાજીનામું

Wednesday 28th February 2018 06:15 EST
 
 

ગયા અઠવાડિયે એક ટીવી શોના ફેસબુક લાઈવમાં પેપોન એક સગીર સ્પર્ધક છોકરીના હોઠ પર ચુંબન કરતા બતાવાયા હતા. રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ (એનસીપીસીઆર)એ પેપોન અને ચેનલ બંનેને સમન્સ મોકલ્યું હતું. ફેસબુક લાઈવ દરમિયાન સગીર છોકરીને જબરજસ્તીપૂર્વક સ્પર્શ કરવા અને ચુંબન કરવાના વિવાદોમાં ઘેરાયેલા સિંગિંગ રિયાલિટી શો ‘ધ વોઈસ ઈન્ડિયા કિડ્ઝ’માંથી જજ તરીકે હટી જવાનો નિર્ણય કર્યો હતો. પેપોને ૨૪મી ફેબ્રુઆરીએ ટ્વિટર પર સંદેશો મૂક્યો હતો કે, હું મારી જવાબદારીને નિભાવવા માટે માનસિક રીતે તૈયાર નથી તો હું એ કાર્યક્રમમાંથી જજ તરીકે રાજીનામું આપું છું. મારી પર ખોટા આરોપ છે, પણ મને ન્યાય વ્યવસ્થા પર સંપૂર્ણ ભરોસો છે અંતે સત્ય સામે આવશે. મારા ચારિત્ર્ય, અંગતતાનું સન્માન કરવા માટે હું બધાની પ્રશંસા કરીશ. 


comments powered by Disqus