'બાગી -૩'માં ટાઈગરની હિરોઈન હશે કોણ?

Wednesday 31st October 2018 06:48 EDT
 
 

પાછલા પાંચ વર્ષમાં ટાઈગર શ્રોફ બોલિવૂડમાં પોતાની જગ્યા બનાવી ચૂક્યા છે. હાલ ટાઈગર ‘બાગી ૩’ માટે ટ્રેનિંગ લઈ રહ્યા છે, પરંતુ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પ્રોડ્યુસર્સ હજી ફિલ્મની હિરોઈન માટે કોઈ નવો ચહેરો શોધી રહ્યા છે. પહેલા બે ભાગમાં અનુક્રમે શ્રદ્ધા કપૂર અને દિશા પટણી મેઈન લીડમાં દેખાઈ ચૂક્યા છે. ટાઈગર હાલ ‘બાગી ૩’ માટે સ્ટંટની ટ્રેનિંગ લઈ રહ્યા છે. સૂત્રો અનુસાર ‘ફિલ્મના નિર્માતા નવા સ્ટેંટ ડિઝાઈન કરવા માટે વર્લ્ડના બેસ્ટ રિહર્સલ સેશન્સનું આયોજન કરી રહ્યા છે.’
‘બાગી ૨’ આ વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાંથી એક છે એટલે ત્રીજા ભાગ પાસેથી દર્શકોની અપેક્ષા પણ વધારે હશે. ‘બાગી ૩’ની ટ્રેનિંગમાં એમ ૧૬, એટી ૪ અને રોકેટ લોન્ચર જેવા હથિયારનો ઉપયોગ પણ શીખવવામાં આવશે. ફિલ્મની સ્ક્રીપ્ટ રેડી છે. અહેમદ ખાન દિગ્દર્શિત આ ફિલ્મમાં એક્શન અને ડ્રામાની ભરમાર હશે. સાથે જ ટાઈગર જુદા જુદા અવતારમાં દેખાશે. એક રિપોર્ટ મુજબ જાણીતી અભિનેત્રીઓ પણ આ ફિલ્મ માટે સાજિદને અપ્રોચ કરી રહી છે. જોકે આ ફિલ્મમાં નવો ચહેરો હશે કે કોઈ જાણીતું નામ તે હજી નક્કી નથી.


comments powered by Disqus