બોલિવૂડ એક્ટર અને ‘બિગ બોસ સિઝન ૭’ના જાણીતા કન્ટેસ્ટન્ટ એજાઝ ખાનની નવી મુંબઈ એન્ટીનાર્કોટિક સેલના ઓફિસરોએ ૨૪મીએ મધરાત બાદ ધરપકડ કરી હતી. બેલાપુરના સેક્ટર ૨૨મા આવેલી એક હોટેલમાંથી સોમવારે ૨૨મીએ રાત્રે તેને ઝડપી લેવાયો હતો. તેની પાસેથી ‘એક્ટસીની’ ૮ ટેબ્લેટ મળી હતી. એક્ટસી ટેબ્લેટ એ બોલિવૂડ પાર્ટીઓ, હાઈ પ્રોફાઈલ પાર્ટીઓ અને રેવ પાર્ટીમાં વપરાતું લોકપ્રિય ડ્રગ છે. તેને ૨૩મીએ કોર્ટમાં હાજર કરતા કોર્ટે બે દિવસની પોલીસ કસ્ટડી આપી હતી.

