બોલિવૂડના હોટ કપલ દીપિકા પદુકોણ અને રણવીર સિંહ ઇટલીમાં લગ્ન કરી રહ્યા છે. તેઓ પોતાના આ પ્રસંગને યાદગાર કરવામાં કોઇ કસર છોડવા માંગતા નથી.
તેઓ પોતાના લગ્નની ઊજવણી બમણી રીતે કરવાના છે. આ યુગલના લગ્નના બે રિસેપ્શન થશે જેમાંનું એક બેંગલુરુ અને બીજું મુંબઇમાં હશે. દીપિકા પદુકોણ અને રણવીર સિંહ પોતાનું પ્રથમ રિસેપ્શન ૨૮ કે ૨૯ના રોજ બેંગલુરુમાં રાખશે. જેમાં તેમના નજીકના પરિવારજનો આમંત્રિત હશે. દીપિકાનો ઉછેર બેંગલુરુમાં થયો હોવાથી ત્યાંની સ્કૂલ-કોલેજના તેના મિત્રો પણ આ પાર્ટીનો હિસ્સો બનશે. દીપિકા અને રણવીરના લગ્નનું બીજું રિસેપ્શન મુંબઇની ગ્રાન્ડ હયાત હોટલમાં ૩૦ નવેમ્બર અથવા એક ડિસેમ્બરના હશે.જેમાં બોલિવૂડ અને બિઝનેસ જગતની લગભગ ૩૦૦૦ હસ્તીઓ મહેમાન બનશે. બોલિવૂડમાં ચર્ચા છે કે અત્યારથી આ જોડીનાં મુંબઇમાં યોજાનારા રિસેપ્શનની જોરદાર તૈયારી ચાલુ થઇ ગઇ છે.

