ફળફળાદીની વાત કરવામાં આવે તો નારંગીને કેવી રીતે ભૂલી શકાય? ખાટીમીઠી નારંગી સ્વાસ્થ્ય માટે અતિ ઉત્તમ અને લાભદાયી છે. આવો, તેના ગુણો વિશે જાણીએઃ
• નારંગીમાં વિટામિન-સી ભરપૂર પ્રમાણમાં હોય છે, જે શરીરના ચેતાતંત્રને મજબૂત બનાવે છે. વિટામિન-સી બેક્ટેરિયા અને વાયરસ સામે લડનારા શ્વેતકણો તથા રક્તકણોના ઉત્પાદનમાં જરૂરિયાત મુજબ વધારો કરે છે. • નારંગીમાં રહેલું ફોલિક એસિડ ત્વચાને ઉત્કૃષ્ટ બનાવે છે. આ એન્ટિઓક્સિડન્ટ વિટામિન ત્વચાને આસપાસના વાતાવરણથી થતા નુકસાનને અટકાવે છે. • એન્ટિઓક્સિડન્ટ, ફોલેટ અને પોટેશિયમથી સમુદ્ધ હોવાના કારણે નારંગી હૃદયના સ્વાસ્થ્ય માટે અતિ ઉત્તમ છે. • ક્લિનિકલ ન્યુટ્રીશન માટે રોજ ૩થી ૪ નારંગીનું સેવન કરવાથી રુમેટાઇડ આર્થરાઇટિસ થવાના જોખમમાં ઘટાડો થાય છે. • નારંગીમાં હાજર વિટામિન-સી મૂત્રમાં નાઇટ્રેટના સ્તરને વધારે છે પરિણામે તે કિડનીમાં થતી પથરીની સમસ્યાને ઓછી કરે છે. • નારંગીમાં રહેલું ફોલિક એસિડ મગજના વિકાસમાં પણ ઉપયોગી સાબિત થાય છે. • નારંગીમાં કેલ્શિયમ પણ ભરપૂર પ્રમાણમાં છે, જે હાડકાં અને દાંતને મજબૂત બનાવે છે.
• નારંગીમાં ફાયબરની વિપુલ માત્રા હોવાથી અલ્સરના રોગમાં રાહત આપે છે, તથા નિયમિત નારંગીના સેવનથી અલ્સર નામની બીમારી દૂર રહે છે.

