મોશન કન્ટેન્ટ ગ્રુપ - ફિલ્મ ક્રિટિક્સ ગિલ્ડ દ્વારા શોર્ટ ફિલ્મ એવોર્ડ જાહેર કરાયા

Wednesday 31st October 2018 06:49 EDT
 
 

શોર્ટ ફિલ્મ પુરસ્કાર 'ક્રિટિક્સ ચોઈસ શોર્ટ ફિલ્મ એવોર્ડ્સ'ને લઈ તૈયાર છે. મોશન કન્ટેન્ટ ગ્રુપની સાથે ભાગીદારીમાં ફિલ્મ ક્રિટિક્સ ગિલ્ડે પહેલી વાર શોર્ટ ફિલ્મ પુરસ્કાર જાહેર કર્યાં છે.
દેશભરમાં શોર્ટફિલ્મ નિર્માતાઓની ફિલ્મ્સને ઓળખવા અને તેમને પ્રોત્સાહન આપવા માટે આ સમારોહનું આયોજન કરાયું છે. ભારતના સૌથી વિશ્વસનીય ફિલ્મ ક્રિટિક્સ અને મોશન કન્ટેન્ટ ગ્રુપ, ડબલ્યુપીપીના વર્લ્ડ કન્ટેન્ટ ઈન્વેસ્ટમેન્ટ અને મેનેજમેન્ટ કંપનીનો પ્રયાસ છે. ફિલ્મ ક્રિટિક્સ ગિલ્ડના અધ્યક્ષ અનુપમા ચોપરાના કહેવા મુજબ, શોર્ટ ફિલ્મમાં રોમાંચક અને અદ્વિતીય સ્ટોરીઝ હોય છે. ક્રિટિક્સ ચોઈસ શોર્ટ ફિલ્મ એવોર્ડ્ઝ શોર્ટ ફિલ્મોમાં સર્વશ્રેષ્ઠ પ્રતિભાઓને સન્માનિત કરવા માગે છે. આશા છે કે દેશના જુદા જુદા રાજ્યો અને ભાષાઓના ફિલ્મ નિર્માતા પોતાનું કામ દર્શાવશે. આ એવોર્ડઝ શોર્ટફિલ્મ, ફીચર અને ડોક્યુમેન્ટ્રી ક્ષેત્રે કામ કરનાર લોકોને ઓળખ આપવાનો મંચ છે.


comments powered by Disqus