આઈફા ૨૦૧૮ઃ શ્રીદેવી અને ઈરફાન ખાન શ્રેષ્ઠ કલાકાર

Wednesday 27th June 2018 07:23 EDT
 
 

ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી એવોર્ડ્ઝ (આઈફા)નું આયોજન આ વખતે બેંકોકમાં કરવામાં આવ્યું હતું. રવિવારે યોજાયેલી આ ઈવેન્ટમાં વીસ વર્ષ પછી અભિનેત્રી રેખાએ સ્ટેજ પર પરફોર્મ કર્યું હતું. તો બોબી દેઓલે પણ ફિલ્મ ‘બરસાત’નાં ગીત પર ડાન્સ કર્યો હતો.
આઈફા એવોર્ડમાં આ વખતે દિવંગત અભિનેત્રી શ્રીદેવીને ફિલ્મ ‘મોમ’ માટે બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ આપવામાં આવ્યો હતો, જ્યારે બેસ્ટ એક્ટરનો એવોર્ડ ઇરફાન ખાનને ફિલ્મ ‘હિન્દી મીડિયમ’ માટે આપવામાં આવ્યો હતો. શ્રીદેવીનો એવોર્ડ લેતાં તેના ફિલ્મમેકર પતિ બોની કપૂરે કહ્યું હતું કે, હું તેને મારા જીવનની દરેકેદરેક સેકન્ડે મિસ કરું છું. હું અત્યારે અનુભવ કરું છું કે તે અહી મારી આસપાસ જ છે. હું ઇચ્છુ છું કે તમે બધા અમારી દીકરી જ્હાનવીને સોપર્ટ કરો. જેવી રીતે તમે તેની માતાનો સાથ આપ્યો છે.
• બેસ્ટ એક્ટર – ઇરફાન ખાન (હિન્દી મીડિયમ) • બેસ્ટ એક્ટ્રેસ – શ્રીદેવી (મોમ) • બેસ્ટ ફિલ્મ - તુમ્હારી સુલુ • બેસ્ટ સ્ટોરી - અમિત વી મુસરકર (ન્યૂટન) • બેસ્ટ ડિરેક્શન - સાંકેત ચૌધરી (હિન્દી મીડિયમ) • બેસ્ટ ડેબ્યૂ ડિરેક્ટર - કોંકણા સેન શર્મા (અ ડેથ ઇન ધ ગંજ) • બેસ્ટ મ્યુઝિક - અમાલ મલિક, તનિષ્ક બાગચી, અખિલ સચદેવ (બદ્રીનાથ કી દુલ્હનિયા) • બેસ્ટ સપોર્ટિંગ એક્ટર - નવાઝુદ્દીન સિદ્દિકી (મોમ) • બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ - મહેર વિજ (સિક્રેટ સુપરસ્ટાર) • બેસ્ટ લિરિક્સ - મેરે રશ્કે કમર (બાદશાહો)


comments powered by Disqus