બોલિવૂડની ટોચની અભિનેત્રી દીપિકા પદુકોણ અને સુપરહિટ હીરો રણવીર સિંહના લગ્ન ૧૦મી નવેમ્બરે હોવાની બોલવૂડમાં ચર્ચા ચાલી છે. ઈન્ડસ્ટ્રીમાં વાત છે કે દીપિકા અને રણવીરના ડેસ્ટિનેશન વેડિંગ હશે. આ લગ્ન દીપિકાના હોમટાઉન બેંગલુરુમાં દક્ષિણ ભારતીય પ્રથા પ્રમાણે થશે. આમ તો દીપિકા અને રણવીરનાં લગ્નની અફવાઓ અનેક વાર ઊડી છે અને બન્ને લગ્ન બાબતે હંમેશાં મૌન ધારણ કરી લે છે, પણ થોડા દિવસ પહેલાં દીપિકા તેની મમ્મી સાથે મુંબઈની એક દુકાનમાં જોવા મળી હતી. ત્યારબાદ ફરી એક વાર તેમનાં લગ્નની ચર્ચાએ જોર પકડ્યું છે.

