બોલિવૂડની ‘દેસી ગર્લ’ પ્રિયંકા ચોપરા સિંગર અને સોંગરાઈટર ફ્રેન્ડ નિક જોનાસ સાથે ભારત આવી છે. એક મહિનાથી વધુ સમયથી બંને લોસ એન્જેલસ, ન્યૂ યોર્ક અને હવે મુંબઈના જાહેર સ્થળો પર સાથે જોવા મળે છે. મુંબઈમાં ડિનર પર ગયા પછી પ્રિયંકા અને નિક એરપોર્ટ પર જોવા મળ્યાં હતાં. રોલ્સરોય્ઝમાં એરપોર્ટ પહોંચેલા પ્રિયંકા અને નિક ગોવામાં મિની વેકેશન એન્જોય કરવા જતા હોવાની ત્યારે ચર્ચા હતી. ગોવામાં પ્રિયંકાની પિતરાઈ બહેન અને અભિનેત્રી પરિણીતી ચોપરા પણ બંનેની સાથે રહેશે તેવું તેણે જણાવ્યું હતું.
પ્રિયંકા ચોપરા અને નિક ૨૨મી જૂને વહેલી સવારે જ મુંબઈ આવી પહોંચ્યા હતા. મીડિયાના કેમેરામેન તેમને કેપ્ચર ન કરી શકે એટલા માટે તેઓ ટિન્ટેડ કારમાં નીકળ્યા હતા. બેક સીટમાં બ્લેક પડદો રાખવામાં આવ્યો હતો. જેથી બેક સીટમાં કોણ બેઠું છે એનો કોઈને ખ્યાલ ન આવે.
પ્રિયંકા બ્લેક ટી-શર્ટ અને કેઝ્યુઅલ્સમાં જોવા મળી હતી જ્યારે નિકે પિન્ક ટી-શર્ટ પર ડેનિમ જેકેટ પહેર્યું હતું. તેઓ બંને મુંબઈ એરપોર્ટ પરથી સાથે નીકળ્યા હતા. બાદમાં તેઓ બંને પ્રિયંકાના જુહૂમાં આવેલા ઘરની બહાર જોવા મળ્યા હતા.
પ્રિયંકાએ મુંબઈમાં રૂ. ૧૦૦ કરોડની કિંમતનો બંગલો ખરીદ્યો હોવાના ન્યૂઝ થોડા સમય પહેલાં આવ્યા હતા. ૩૫ વર્ષની આ એક્ટ્રેસે એક વર્ષ પહેલાં મુંબઈના વર્સોવામાં ૧૫ બેડરૂમનો બંગ્લો ખરીદ્યો હતો. પ્રિયંકા મુંબઈ આવી ત્યારથી ચર્ચા છે કે તેની હાઉસવોર્મિંગ પાર્ટીમાં સામેલ હશે. પ્રિયંકા તેની માતા મધુ ચોપરાને નિકને મેળવવા માટે લાવી હોવાની વાત વચ્ચે એ ચર્ચા છે કે પ્રિયંકા અને નિક લિવ ઈનમાં જ રહેશે. જોકે, અન્ય અટકળોની જેમ એ પણ નિશ્ચિત નથી કે બંને ઇન્ડિયામાં સાથે રહેશે કે વિદેશમાં.

