ઇરફાન ખાન અને તેનો પરિવાર હાલ ખરાબ સંજોગોનો સામનો કરી રહ્યા છે. ઇરફાન છેલ્લા ત્રણ મહિનાથી ન્યૂરોએન્ડોક્રાઇન કેન્સરથી લડી રહ્યો છે જેમાં શરીમાં ટયુમર થાય છે. હાલ તે લંડનમાં સારવાર લઇ રહ્યો છે અને તેની તબિયત સુધરતી જાય છે. ઇરફાનની આવી હાલતમાં તે જલદી ઠીક થઇ જાય તેવી શુભેચ્છા અને પ્રાર્થના કરી રહ્યા છે. બીમાર ઇરફાન લંડનમાં શાંતિથી રહી શકે એ માટે શાહરુખ ખાને પોતાના લંડનના ઘરની ચાવી જ તેના પરિવારને આપી દીધી છે. લંડનમાં ઇરફાનને તેને એક મિત્ર મળીને આવ્યો છે, તેણે જણાવ્યું છે કે તેની તબિયતમાં સુધારો થઇ રહ્યો છે પરંતુ બહુ ધીમો સુધારો છે. આ વરસના અંત સુધીમાં તેને ભારત પરત લાવી શકાશે.

