હેરોની દીયા પટેલ બાફ્ટાની યંગ ગેમ ડિઝાઈનર સ્પર્ધાની ફાઈનલમાં

Wednesday 27th June 2018 07:35 EDT
 
 

લંડનઃ હેરોની ૧૩ વર્ષીય દીયા પટેલે ગત ૬ જૂને બ્રિટિશ એકેડમી ઓફ ફિલ્મ એન્ડ ટેલિવિઝન આર્ટ્સ (BAFTA)ની યંગ ગેમ ડિઝાઈનર્સ સ્પર્ધાની ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. ગેમ્સ પ્રોફેશનલ્સની પેનલ વિજેતાઓની પસંદગી કરશે. આગામી ૭ જુલાઈએ BAFTAના પીકાડેલી હેડક્વાર્ટર્સ ખાતે ખાસ રેડ કાર્પેટ એવોર્ડ્સ સમારોહમાં વિજેતાની જાહેરાત કરવામાં આવશે.

દસથી અઢારની વયના ૬૦ ફાઈનલિસ્ટમાં દીયાનો સમાવેશ થાય છે. તમામ ફાઈનલિસ્ટસ ફાઈનલ રાઉન્ડમાં પહોંચ્યા છે તેથી દીયા ગેમ કન્સેપ્ટ એવોર્ડની સ્પર્ધામાં રહેલા અન્ય દાવેદારો સાથે દેખાશે.

દીયા રિકમેન્સવર્થની રોયલ મેસોનિક સ્કૂલ ફોર ગર્લ્સમાં અભ્યાસ કરે છે. તેણે પોલર બ્લાસ્ટ તરીકે ઓળખાતી ગેમ તૈયાર કરી હતી. તેમાં પેરા નામના પેંગ્વિનને કાલિન્દા નામની વ્હેલ માછલીથી બચવાનું હોય છે.

BAFTA યંગ ગેમ ડિઝાઈનર સ્પર્ધા છે જે ૨૦૧૦માં શરૂ કરવામાં આવી હતી અને તે બાળકોને ગેમ ડિઝાઈન શીખવાની અને ભવિષ્યની કારકિર્દીની શક્યતા પૂરી પાડે છે. અગાઉ આ સ્પર્ધામાં ભાગ લઈ ચૂકેલા યુવાનોએ વિક્સાવેલી ગેમ્સનો કોમર્શિયલ ઉપયોગ થયો છે.


comments powered by Disqus