કેમ્બ્રિજ એનાલિટિકાની ઓફિસ પર ૧૮ એન્ફોર્સમેન્ટ એજન્ટના દરોડા

Wednesday 28th March 2018 07:01 EDT
 
 

લંડનઃ ફેસબૂકના ડેટા ચોરીના કૌભાંડ પછી અમેરિકા, ભારત અને બ્રિટન જેવા દેશો અચાનક હરકતમાં આવી ગયા છે. ફેસબૂકનો ડેટા ચોરીને વિવિધ દેશોને 'સેવા' આપનારી બ્રિટિશ એજન્સીએ કેમ્બ્રિજ એનાલિટિકાના વિવિધ સ્થળે દરોડા પાડીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ટેક કંપનીઓનું નિયમન કરતી ઈન્ફર્મેશન કમિશનરની ઓફિસના આદેશ પછી કુલ ૧૮ એન્ફોર્સમેન્ટ એજન્ટે કેમ્બ્રિજ એનાલિટિકાની ઓફિસોમાં સવારથી મોડી સાંજ સુધી સઘન શોધખોળ કરી હતી.

આ દરમિયાન એજન્ટોએ અનેક કમ્પ્યુટરનો ડેટા તપાસવા નિષ્ણાતોની પણ મદદ લીધી હતી. ઈન્ફર્મેશન કમિશનરે કહ્યું હતું, ‘આ કેસમાં આગળનું પગલું લેતા પહેલાં અમે મહત્ત્વની બધી જ માહિતી ભેગી કરીશું. આ કંપનીએ લોકોના પર્સનલ ડેટા ગેરકાયદે મેળવીને રાજકીય પક્ષો, સોશિયલ મીડિયા કંપનીઓ અને અન્યને સર્વિસ આપી હતી. કેમ્બ્રિજ એનાલિટિકાએ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને પણ પ્રમખુપદની ચૂંટણીમાં સેવા આપી હતી. આ કંપનીએ કેમ્બ્રિજ યુનિવર્સિટીએ વિકસાવેલા એપની મદદથી લાખો લોકોનો ડેટા ભેગો કરી લીધો હતો. આ એપ આશરે ૨.૭૦ લાખ લોકોએ ડાઉનલોડ કર્યું હતું, જેની મદદથી પાંચ કરોડ લોકોની માહિતી ચોરી લેવાઈ હતી.


comments powered by Disqus