પ્રેમસંબંધમાં હું હંમેશાં નિષ્ફળ રહીઃ કંગનાનો ખુલ્લેઆમ સ્વીકાર

Wednesday 28th March 2018 07:14 EDT
 
 

કંગના રનૌતે ૨૩ માર્ચે ૩૧મો જન્મદિવસ મનાવ્યો. કંગનાએ ઘણી વાર કબૂલ્યું છે કે તે પ્રેમમાં નિષ્ફળ રહી છે. પત્ની સુઝાન સાથે છૂટાછેડા લીધા ત્યારે કંગના સાથે હૃતિક રોશનનું નામ જોડાયું હતું. કંગનાએ હૃતિક સાથેનો અફેર છડેચોક સ્વીકાર્યો, પણ હૃતિકે સંબંધનો સ્પષ્ટ ઈનકાર કર્યો હતો. હૃતિક પહેલાં બ્રિટિશ એકટર નિકોલસ લેફ્ટી સાથે કંગના જોવા મળી હતી. મુંબઇમાં આ યુગલ ઘણી વખત સાથે દેખાતું હતું. જોકે સંબંધ પણ ઝાઝો ટક્યો નહીં. શેખર સુમનના પુત્ર અધ્યન સાથે પણ તેના સંબંધોનો વિવાદ ચાલ્યો હતો. જોકે આ સંબંધ પણ ઝાઝો ટક્યો નહોતો. અધ્યન કારકિર્દી પર ધ્યાન આપવા માગતો હતો તેથી કંગના સાથેના તેના સંબંધો ટક્યા નહીં. કંગનાએ કેટલીય વાર કહ્યું છે કે તેના કરતા ૨૦ વરસ મોટી વયના આદિત્ય પાંચોલી સાથે તે પ્રેમમાં હતી. એ દિવસો દરમિયાન તે બોલિવૂડમાં સંઘર્ષ કરી રહી હતી. એ સંબંધ વિશે તો પછીથી કંગનાએ કહ્યું પણ હતું કે, પરણેલા અભિનેતા સાથે રિલેશનશિપ રાખવી એ તેની ભૂલ હતી. 


comments powered by Disqus